News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ એરપોર્ટના હાઈ ફ્રિકવન્સી રિસીવિંગ સ્ટેશનને કારણ આ વિસ્તારમાં ઇમારતોના પુનર્વિકાસનું કામ અટકી રહ્યું હોવાથી, હાઈ ફ્રિકવન્સી રિસીવિંગ સ્ટેશનોને ( high frequency receiving stations ) ગોરાઈ વિસ્તારમાં ખસેડવામાં આવે આ માંગ લઈને મુંબઈ ભાજપના અધ્યક્ષ ધારાસભ્ય આશિષ શેલાર બુધવારે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુને મળ્યા હતાં.
મુંબઈના અંધેરી વેસ્ટ, વર્સોવા, જુહુ અને દહિસર વિસ્તારોમાં ઈમારતોનો પુનઃવિકાસ કામ અટકાવી દેવામાં આવ્યું છે અને મુંબઈ એરપોર્ટના ( Mumbai airport ) હાઈ ફ્રિકવન્સી હબ ટાવરને કારણે આ વિસ્તારોના રહેવાસીઓને ઈમારતમાં પુનઃવિકાસ કામ કરવાની મંજુરી મળી રહી નથી. તેથી ભાજપના ધારાસભ્ય અમિત સાટમ, ધારાસભ્ય મનીષા ચૌધરી ઘણા વર્ષોથી સતત આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકારને આ અંગે પત્ર અને વિગતવાર અહેવાલ પણ સુપરત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: UDID Card: મહારાષ્ટ્રમાં પીળા અને વાદળી UDID કાર્ડ ધરાવતા વિકલાંગોને મળશે દર મહિને આટલી સહાય… જાણો કઈ રીતે અરજી કરવી..
Mumbai: હાઈ ફ્રિકવન્સી રિસીવીંગ સ્ટેશનથી 5 લાખ લોકોને અગવડતા પડી રહી છે…
મુંબઈના 5 લાખથી વધુ રહેવાસીઓને પડતી અગવડતા અને તેમના પુનઃવિકાસમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હવે આ સ્ટેશનને ગોરાઈમાં ( Gorai ) ખસેડવામાં આવે તેવી માગણી હાલ કરવામાં આવી રહી છે અને આ જ સંદર્ભે ધારાસભ્ય આશિષ શેલાર ( Ashish Shelar ) હવે નવા ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને ( Ram Mohan Naidu ) મળ્યા હતા. તેમજ મુંબઈકરોની આ માંગ વિશે પણ જણાવ્યું હતું.