Site icon

કર્ણાક બ્રિજ બાદ હવે મુંબઈનો આ સૌથી જૂનો બ્રિજ થશે ઈતિહાસ જમા- મુંબઈની ટ્રાફિક પોલીસની ચિંતા વધી

News Continuous Bureau | Mumbai

મુંબઈનો સૌથી જૂનો અને મહત્વના ગણાતા બ્રિજમાનો એક દાદરનો(Dadar) ટિળક પુલ (Tilak bridge) પણ બહુ જલદી તોડી પાડવામાં આવવાનો છે. આ પુલ 97 વર્ષ જૂનો છે અને દાદર(પૂર્વ) અને (પશ્ચિમ)ને જોડનારો અત્યંત મહત્વનો પુલ ગણાય છે. આ પુલને તોડીને નવેસરથી બાંધવામાં આવવાનો છે. નવો બાંધવામાં આવનારો પુલ કેબલ સ્ટેન્ડ (Pull cable stand ) હશે. નવા પુલને બાંધવામાં સમય જશે. જોકે અત્યંત મહત્વના ગણાતા આ પુલને તોડી પાડ્યા બાદ અહીં થનારી ટ્રાફિક સમસ્યાને(Traffic problem) કારણે મુંબઈ ટ્રાફિક પોલીસની(Mumbai Traffic Police) અત્યારથી ચિંતા વધી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

આ પુલને જોકે તોડી પાડવા પહેલાનવા પુલનું બાંધકામ(Construction of new bridge) ચાલુ કરવામાં આવશે. નવો બાંધવામાં આવનારો પુલ પણ રેલવે પાટા ઉપરથી જ પસાર થનારો અને પૂર્વ-પશ્ચિમ ને જોડનારો હશે. જયાં સુધી નવા પુલનું કામ ચાલુ થશે નહીં ત્યાં સુધી ટિળક પુલને તોડવામાં આવશે નહીં એવું કહેવામાં આવે છે.

ઓક્ટોબર મહિનાથી પુલનું કામ ચાલુ કરવામાં આવવાનું છે. પુલનું કામ ચાલુ કરવા પહેલા તમામ ટેકનિકલ બાબતો(Technical matters) પૂરી કરવામાં આવશે. નવો ટિળક પુલ પણ મોટો અને પર્યટકોને(tourists) આકર્ષી શકે એવો બનાવવાની યોજના છે. આ પુલ પર સેલ્ફી પોઈન્ટ(Selfie point) બનાવવાની પણ યોજના હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ-હવે મુંબઈગરાને સેન્ટ્રલ રેલવેના આ સ્ટેશનો પર મળશે ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગની સુવિધા

મુંબઈમ 2019ની સાલમાં તમામ પુલના સેફ્ટી ઓડિટ(Safety Audit) કરવામાં આવ્યા હતા, તેમાં ટિળક પુલ પણ જોખમી જણાયો હતો. લોઅર પરેલના)(Lower Parel) ડિલાઈલ પુલ તોડી પાડ્યા બાદ ટિળક પુલ પર ટ્રાફિક વધી ગયો હતો.  ટિળક પુલને કારણે દાદર(પશ્ચિમ), પરેલ, પ્રભાદેવી, માહીમ તરફ જવાનું સરળ રહે છે. આ પુલના પરના ટ્રાફિકને જોતા નવા પુલના એક ભાગનું કામ ચાલુ થયા બાદ આ પુલ તોડવાની યોજના બનાવી છે. પુલ તોડી પાડ્યા બાદ પુલનો બીજો ભાગ બનાવવામાં આવશે.

મિડિયામાં આવેલા અહેવાલ પુલ નવો પુલ કેબલ સ્ટેન્ડ એટલે કે બાંદરા-વરલી સી લિંક પુલ જે રીતે બાંધવામાં આવ્યો છે, તે મુજબનો જ બાંધવામાં આવશે. પુલની લંબાઈ 663 મીટર હશે અને 3+3 એટલે કુલ 6 લેનનો હશે.   

આ સમાચાર પણ વાંચો :15 વર્ષ બાદ આખરે થાણે જિલ્લાના 14 ગામનો સમાવેશ ફરી એક વખત આ શહેરમાં કરવાની મુખ્ય પ્રધાન શિંદેની જાહેરાત

Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Mumbai E-commerce Theft: મુંબઈમાં ‘લાઈવ’ વીડિયો કોલ પર કરોડોની ચોરી: ઈ-કોમર્સ કંપનીનો કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ;
Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Exit mobile version