News Continuous Bureau | Mumbai
કોવિડ મહામારી (coronavirus Pandemic)દરમિયાન 14 દિવસ ક્વોરેન્ટાઇન(Quarantine) થવાના ડરે લોકો કોવિડ થયો હોવાની માહિતી છૂપાવતા હોવાનું જગ જાહેર છે. પરંતુ હવે કોવિડ નહીં પણ મેલેરિયા(Malaria) થયો હોવાની કોઈએ માહિતી છૂપાવી હોવાનું જણાયું તો તેનું આવી જ બનશે.
મુંબઈ(Mumbai)ને 2027ની સાલ સુધી મેલેરિયા મુક્ત કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા(Mumbai)એ નવો એક્શન પ્લાન બનાવ્યો છે, જે હેઠળ મલેરિયા(Malaria)ના દર્દી વિશે અથવા તો મચ્છરના પ્રજનન સ્થળો વિશે જાણકારી છૂપાવનારાને આકરો દંડ ચૂકવવો પડશે. એટલું જ નહીં પણ તેણે જેલમાં જવાની તૈયારી પણ રાખવી પડશે એવી ચોખ્ખા શબ્દોમાં પાલિકા પ્રશાસને ચેતવણી આપી છે.
મુંબઈ(Mumbai)માંથી મલેરિયાને નાબૂદ કરવા માટે પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ(Health Department)એ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. મલેરિયાને નોટિફાયેબલ (સત્તાવાળાઓને જાણ કરવા પાત્ર) રોગ જાહેર કરાયો છે. તે સાથે જ તમામ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઓ, હોસ્પિટલો તથા ડોક્ટરોને મલેરિયાના પ્રત્યેક કેસની જાણ પાલિકાને કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
સોમવારે વિશ્વ મેલેરિયા દિન (World Malaria Day)તરીકે ઉજવાય છે, ત્યારે પાલિકા મલેરિયા નાબૂદીનો લક્ષ્યાંક ૨૦૨૭ સુધીમાં હાંસલ કરવા માગે છે. પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીના કહેવા મુજબ મુંબઈ જો ત્રણ વર્ષ માટે મેલેરિયાના કેસ નિયંત્રણમાં રાખી શકે તો વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)(WHO) મુંબઈમાંથી મલેરિયા નાબુદ થયાનું જાહેર કરી શકે.
અહીં ઉલ્લેખનીય છે કે 'હૂ'ની માર્ગદર્શિકા મુજબ કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં મલેરિયા પારાસાઈટનો એક પણ કેસ નોંધાય નહીં એટલે મેલેરિયા નાબૂદી. મુંબઈમાં મલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. છતાં છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈમાં મલેરિયાના સરેરાશ પાંચ હજાર કેસ નોંધાઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : હવે ઉદ્ધવ ઠાકરેના બીજા દીકરા તેજસ ઠાકરેની એન્ટ્રી. મોહિત કંબોજની ગાડી પર થયેલા હુમલા પછી આ કામ કર્યું. જાણો વિગતે
મુંબઈમાં ૨૦૧૭ની સાલમાં મલેરિયાના ૬૦૧૭ કેસ અને છનાં મોત નોંધાયાં હતાં. જ્યારે ૨૦૨૧માં ૫૧૭૨ કેસ તથા એકનું મોત નોંધાયું હતું. મુંબઈ જ્યારે કોરોના મહામારીનનો સામનો કરી રહ્યું હતું ત્યારે ૨૦૧૯ મલેરિયાના ૪૩૫૭ કેસ અને ૨૦૨૦ની સાલમાં ૫૦૦૭ કેસ નોંધાયા હતા.