મુંબઈમાં ટ્રાફિક ઘટાડવા માટે નવો કીમિયો, મુંબઈ અને થાણેમાં આવતા ભારે વાહનો માટે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

શનિવાર. 

મુંબઈ અને થાણે આવતા ભારે વાહનો પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોમવારથી પ્રતિબંધ રહેશે.

સવારે 7.30 થી 10 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ભારે વાહનોને મુંબઈ અને થાણે તરફ જવા દેવામાં આવશે નહીં.

પાલઘર જિલ્લા કલેક્ટર ડો. માણેક ગુરસાલ દ્વારા થાણે શહેર ખાતે દહિસર ચેક નાકા પાસે ટ્રાફિકને ઓછો કરવા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ પ્રતિબંધો આગામી એક મહિના સુધી અમલમાં રહેશે.

દાદરના વેપારીઓની અનોખી પહેલ, જે લોકો શોપિંગ માટે આવશે તેમને મફત પાર્કિંગ. પોલીસ અને મહાનગર પાલિકા પણ મદદમાં જોડાયા. જાણો વિગતે.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment