ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
કો-ઓપરેટિવ બેન્ક એમ્પ્લોઇઝ યુનિયન અને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેઓને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે છૂટ આપવામાં આવે. આ સંદર્ભે ની સુનાવણી મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી. સોનાવરણી દરમિયાન બેંક કર્મચારી સંગઠન અને માંગણી કરી હતી કે રાજ્ય સરકાર લોકલ ટ્રેનમાં બેંકના કર્મચારીઓને પ્રવાસ કરવાની મંજૂરી આપે. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર તરફથી વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જવાબ નોંધાવ્યો હતો. પોતાના જવાબમાં રાજ્ય સરકારે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કોરોના ના કેસ વધતા હોવાના કારણે નજીકનાં ભવિષ્યમાં લોકલ ટ્રેન કે પછી મેટ્રો ટ્રેન અથવા મોનો ટ્રેન માં સામાન્ય માણસને કે બેંકના કર્મચારીઓને પ્રવાસની પરવાનગી નહીં આપવામાં આવે.
મુંબઈમાં લોકડાઉન રહેશે કે જશે તેની જાણકારી આજ સાંજ સુધીમાં સાર્વજનિક થશે.
રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ જવાબ આવી જતા એક વાત નક્કી છે કે લોકડાઉન સંદર્ભે જે કોઈ નિર્ણય કરવામાં આવે પરંતુ રાજ્ય સરકાર લોકલ ટ્રેનના દરવાજા સામાન્ય માણસ માટે ખોલવાની નથી.