ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ છે, તેથી પાલિકાની સત્તાધારી પાર્ટી પણ સમય ઓછો હોવાથી ફટાફટ કામમાં લાગી ગઈ છે. મોટા પાયા પર રસ્તા સહિત જુદા જુદા વિકાસના કામ ચાલી રહ્યા છે. હવે રસ્તાની વિઝિબિલિટી વધારવા અને એક્સિડન્ટ ઘટાડાવા માટે ડિવાઈડર અને ટ્રાફિક બેટનું સુશોભીકરણનું કામ હાથમાં લેવામાં આવ્યું છે,
મુંબઈના રસ્તા પરની વિઝિબિલિટી વધારવા, ડ્રાઈવરો સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે અને રોડ ઍક્સિડન્ટનું પ્રમાણ ઘટાડવા માટે મુંબઈ મહાનગરપાલિકા રસ્તા પરના ડિવાઈડરોને રંગી રહી છે. રસ્તા સુરક્ષિત બનાવવા માટે ડિવાઈડરોની સાથે જ ફૂટપાથને પણ કલર કરવામાં આવી રહ્યો છે.
મુંબઈના રસ્તાઓ વાહનચાલકો માટે સુરક્ષિત બનાવવા માટે પાલિકાએ રોડ બ્યુટીકીકેશનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં દિવસના સમયે લાંબેથી તેમ જ રાતના સમયે અંધારામાં પણ ડિવાઈડરો અને ફૂટપાથને જોઈ શકાય તે માટે તેનું સુશોભીકરણનું કામ ચાલી રહ્યું છે.
હાલ જે રસ્તાઓ ડિવાઈડર નથી ત્યાં નવેસરથી બાંધવામાં આવી રહ્યા છે. ટ્રાફિક બેટનું પણ સુશોભીકરણ કરવામાં આવી રહ્યું છે. મુખ્ય રસ્તાની આજુબાજુ રહેલી દિવાલોને રંગવામાં આવી રહી છે.