આ દેશોમાંથી આવનારા પ્રવાસીઓને મુંબઈ ઍરપોર્ટ પર સ્વખર્ચે કરવો પડશે આરટીપીસીઆર ટેસ્ટ જાણો વિગત ..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

બુધવાર

કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવતા મુંબઈ મહાનગરપાલિકા ફરી એલર્ટ થઈ ગઈ છે.  ઝડપથી ફેલાઈ રહેલા આ વિષાણુ ને કારણે કેન્દ્ર સરકારે ભારતમાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ જે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ યુકે, યુરોપ, મિડલ ઈસ્ટ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયલસ ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાવે દેશમાંથી અથવા આ દેશ માર્ગે હવાઈ પ્રવાસ કરીને આવ્યા છે. તેમને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગમન સમયે સ્વખર્ચે આરટીપીસીઆર ટેસ્ટ કરવાની ફરજિયાત રહેશે.  આ નિયમ 3 સપ્ટેમ્બર 2021ના મધરાતથી લાગૂ પડશે.

યુકે, યુરોપ, મિડલ ઈસ્ટ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયલસ ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાવે દેશમાંથી આવનારા પ્રવાસીઓ માટે ટેસ્ટિંગને લઈને અગાઉના તમામ નિયમ રદ કરવામાં આવ્યા છે. એટલે કે   કોવિડના બંને ડોઝ લેનારી વ્યક્તિ તેમ જ 65 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન માટે અગાઉ આરટીપીસીઆર ટેસ્ટમાં રાહત આપવામાં આવી હતી, તેને રદ કરવામાં આવી છે. એટલે કે હવે આ દેશમાંથી આવનારા તમામ વર્ગના નાગરિકોને  એરપોર્ટ પર ટેસ્ટિગ કરવી જ પડશે.

યુકે, યુરોપ, મિડલ ઈસ્ટ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયલસ ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાવેના નાગરિકોને બાકત કરતા મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર આવનારા અથવા વાયા મુંબઈ બીજી ફલાઈટ પકડનારા અન્ય દેશના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ 72 કલાક પહેલાનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ બતાવવો આવશ્યક રહેશે. તેમને માટે  મુંબઈ ઍરપોર્ટ પર  આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત નહીં હોય. નેગેટિવ રિપોર્ટ હશે તેને એરપોર્ટ છોડવાની મંજૂરી હશે.

તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સેલ્ફ ડીકલેરેશન ફોર્મ તેમ જ અન્ડરટેકિંગ ભરીને મુંબઈ ઍરપોર્ટ પર આપવું ફરજિયાત રહેશે. તેમ જ આ પ્રવાસીઓને હોમ ક્વોરન્ટાઈન પણ ફરજિયાત રહેશે.

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પ્રખ્યાત ગાયક ફાલ્ગુની પાઠકે બોલાવી ગરબાની રમઝટ, કાર્યક્રમમાં કોરોનાના નિયમોને નેવે મુકાયા; જુઓ વિડિયો 

મુંબઈ ઍરપોર્ટ પર આરટીપીસીઆરની વ્યવસ્થા કરવામાં આવી છે.  તે માટે 600 રૂપિયા વસૂલ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment