News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકારે(maharashtra Govt) દક્ષિણ મુંબઈ(South Mumbai)મા કોલાબામાં આવેલા મનોરા ધારાસભ્ય(MLAs) હોસ્ટેલની જગ્યાએ ઝૂંપડીઓ બનાવવાની મંજૂરી આપી છે, એવી અફવા(Rumours) બુધવારે ફેલાઈ હતી. તેને કારણે સેંકડો લોકો વાંસ અને દોરડાઓ સાથે પોતાના ઝૂંપડાં બાંધવા સંબંધિત પ્લોટ પર પહોંચી ગયા હતા. પરિસ્થિતિની જાણ થતા પોલીસે ઘટના સ્થળ દોડી ગઈ હતી અને માંડ માંડ પરિસ્થિતિને કાબુમાં લાવી હતી.
કોલબા(Colaba) મત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે(Rahul Narvekar) ગરીબોને આ પ્લોટ પર ઝૂંપડાં બાંધવાની મંજૂરી આપી હોવાનું કહીને તેમના નામ પર આ અફવાઓ ફેલાઈ હતી. આ અફવા પછી, કફ પરેડ(cuffe parade)માં આ પ્લોટ પાસે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. ઘણા લોકો વાંસ, દોરડાઓ સાથે પ્લોટ પર પહોંચ્યા હતા. ઘણાએ તો ઝૂંપડું પણ બાંધી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : સાવધાન-મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરજો-હવામાન ખાતાએ આપી છે આ ચેતવણી-જાણો વિગત
પોતાના નામથી ખોટી અફવા ફેલાઈ હોવાનું ધ્યાનમાં આવતા જ રાહુલ નાર્વેકરે પોલીસને આ વિશે માહિતી આપી હતી. પોલીસની કાર્યવાહી પછી અહીં ઝૂંપડા બાંધવા આવેલા લોકો ભાગી છૂટ્યા હતા અને પ્લોટ ખાલી કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુના પણ નોંધાયા છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ મનોરા વિધાનસભ્ય હોસ્ટલને તોડી પાડવામાં આવી છે. આ સ્થળે એક નવું ધારાસભ્ય નિવાસ સ્થાન બનાવવામાં આવવાનું છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ અફવા કોણે ફેલાવી છે.