લો બોલો- ધારાસભ્યના નામે ઉડેલી એક અફવાએ મચાવી અફરાતફરી.કોલાબામાં સરકારી જમીન પર ઝૂંપડા બાંધવા લોકોએ મૂકી દોડ- પોલીસને નાકે આવ્યો દમ

News Continuous Bureau | Mumbai 

 મહારાષ્ટ્ર સરકારે(maharashtra Govt) દક્ષિણ મુંબઈ(South Mumbai)મા કોલાબામાં આવેલા મનોરા ધારાસભ્ય(MLAs) હોસ્ટેલની જગ્યાએ ઝૂંપડીઓ બનાવવાની મંજૂરી આપી છે, એવી અફવા(Rumours) બુધવારે ફેલાઈ હતી. તેને કારણે સેંકડો લોકો વાંસ અને દોરડાઓ સાથે પોતાના ઝૂંપડાં બાંધવા સંબંધિત પ્લોટ પર પહોંચી ગયા હતા. પરિસ્થિતિની જાણ થતા પોલીસે ઘટના સ્થળ દોડી ગઈ હતી અને માંડ માંડ પરિસ્થિતિને કાબુમાં લાવી હતી. 

કોલબા(Colaba) મત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે(Rahul Narvekar) ગરીબોને આ પ્લોટ પર ઝૂંપડાં બાંધવાની મંજૂરી આપી હોવાનું કહીને તેમના નામ પર આ અફવાઓ ફેલાઈ હતી. આ અફવા પછી, કફ પરેડ(cuffe parade)માં આ પ્લોટ પાસે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. ઘણા લોકો વાંસ, દોરડાઓ સાથે પ્લોટ પર પહોંચ્યા હતા. ઘણાએ તો ઝૂંપડું પણ બાંધી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન-મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરજો-હવામાન ખાતાએ આપી છે આ ચેતવણી-જાણો વિગત

પોતાના નામથી ખોટી અફવા ફેલાઈ હોવાનું ધ્યાનમાં આવતા જ રાહુલ નાર્વેકરે પોલીસને આ વિશે માહિતી આપી હતી. પોલીસની કાર્યવાહી પછી અહીં ઝૂંપડા બાંધવા આવેલા લોકો ભાગી છૂટ્યા હતા અને પ્લોટ ખાલી કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુના પણ નોંધાયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ મનોરા વિધાનસભ્ય હોસ્ટલને તોડી પાડવામાં આવી છે. આ સ્થળે એક નવું ધારાસભ્ય નિવાસ સ્થાન  બનાવવામાં આવવાનું છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ અફવા કોણે ફેલાવી છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!