News Continuous Bureau | Mumbai
સામનાના સંપાદકીયમાં ભારતીય જનતા પાર્ટીને ભરપૂર ગાળો આપવામાં આવે છે. લગભગ દરેક મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં આવે છે. સાર્વજનિક મંચ પરથી પણ સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે ભાજપની ટીકા કરતા આવ્યા છે. પરંતુ બીજી તરફ જ્યારે સામના અખબારની રેવન્યુ નો વિષય આવે ત્યારે ન્યૂઝ પેપરને દરેક પાર્ટીની જાહેરાત જોઈએ છે.

સામના અખબારના ફ્રન્ટ પેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો ફોટોગ્રાફ છપાયો છે. વડાપ્રધાન 19 જાન્યુઆરીના રોજ મુંબઈના પ્રવાસ પર છે. આ સમયે તેઓ મેટ્રો ટ્રેનને લીલી જંડી દેખાડવાના છે. ત્યારે વડાપ્રધાનના આ પ્રસ્તાવિત કાર્યક્રમ અને મેટ્રો ટ્રેન સંદર્ભે સામના અખબારે ફ્રન્ટ પેજ પર આખા પાનાની જાહેર ખબર છાપી છે.
આ સમાચાર પણ વાંચો: મીઠાની આ યુક્તિથી ગરીબ પણ રાજા બની જશે, ભલે ગમે તેટલા ઉડાવે પૈસા તો પણ ખતમ નહીં થાય!
હવે સવાલ એ ઉભો થાય છે કે સિદ્ધાંતવાદના આધારે ઊભેલી શિવસેના જાહેરાત લેવાની બાબત આવે ત્યારે પોતાના ધોરણ બદલી નાખે છે. આ કેટલી હદે વ્યાજબી છે.
