ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
મુંબઈથી ગુજરાતને જોડતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મોટી ઘટના થઇ છે. પ્રાપ્ત જાણકારી મુજબ રાત્રે બે વાગે નાયક ગામ પાસે એક બાર્જ ખાડીમાં સફર કરી રહ્યું હતું ત્યારે તેની અથડામણ રેલવે બ્રિજ સાથે થઈ. આ દુર્ઘટના બાદ બાર્જ ને ઘણું મોટું નુકસાન પહોંચ્યું.
તેમજ બ્રિજને પણ નુકસાન પહોંચ્યું છે. જોકે બ્રિજને ઘણું ઓછું નુકસાન પહોંચ્યું છે જ્યારે કે બાર્જે અડધી રાત્રે જળસમાધિ લઇ લીધી.
આ ઘટના થતા ઘણો મોટો અવાજ થયો હતો જેને કારણે ઘટનાસ્થળે રેલવે પોલીસ પહોંચી ગઈ હતી.જોકે આ દુર્ઘટના થી કોઈ ના મૃત્યુ ના સમાચાર નથી.
પરંતુ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના રેલવે બ્રિજ પાસે કદાચ જ આવી કોઈ ઘટના થતી હોય છે.
