ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર
મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસના કારણે ચર્ચામાંઆવનાર NCB અધિકારી સમીર વાનખેડેને મોટો ઝટકો લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને એનસીબીમાં આગળ એક્સટેન્શન મળ્યું નથી.
હવે ફરી એકવાર તેમને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગમાં મોકલવામાં આવ્યા છે.
એનસીબીમાં વાનખેડેનું 4 મહિનાનું એક્સટેન્શન 31 ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થઈ ગયું છે.
અગાઉ સમીર વાનખેડે આ જ વિભાગમાં હતા. DRI વિભાગમાંથી જ તેમને મુંબઈ NCBમાં લાવીને ઝોનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.