ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 નવેમ્બર 2020
સંજય ગાંધી નેશનલ પાર્ક મોર્નિંગ વોકર અને સાયકલ ચાલકો માટે શરૂ થયા બાદ હવે પર્યટકો માટે પણ ખોલવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ પાર્ક 1 ડિસેમ્બરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે. આ અંગે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તે પર્યટન પ્રોત્સાહન અને પર્યાવરણીય સંરક્ષણને જોડશે. તેને ધ્યાનમાં રાખીને, નાના બાળકો માટે એક વિશેષ વિભાગ બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જો પાર્ક ખોલવામાં આવે તો પ્રવાસીઓ તેનો આનંદ લઇ શકશે .
આ વિસ્તારની મુલાકાત લેતા પરિવારો અને જૂથો માટે નવા બેઠક વિસ્તાર પણ બનાવવામાં આવ્યા છે. પ્રવાસીઓના મનોરંજન માટે આ બેઠકો નજીક ચેસ બોર્ડ પણ રંગવામાં આવ્યું છે. ચોમાસામાં અહીં આવતા પર્યટકો નદી, ઝરણા તેમજ ધોધનો આનંદ લઈ શકે છે, પરંતુ પર્યટકો આ ધોધને આનંદ બારેમાસ લઈ શકે તે માટે કૃત્રિમ ધોધ તૈયાર કરાશે તે સિવાય લસરપટ્ટી, હીચકા જેવા નાના બાળકોના રમવા માટે પણ રમવાના સાધનો નવેસરથી બેસાડાશે.
પહેલી ડિસેમ્બરથી પર્યટકો આ બધાનો આનંદ લઈ શકશે તેમજ આ સુવિધાથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવવા આકર્ષિત થશે. વન વિભાગને વિશ્વાસ છે કે પાર્કમાં નવી સુવિધાઓ હોવાને કારણે વધુને વધુ પ્રવાસીઓ પાર્કમાં આવશે અને તેના દ્વારા પ્રકૃતિ શિક્ષણ તરફ મહત્વના પગલા લેવામાં મદદરૂપ થશે.