News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે(Maharashtra Health Department) ઘાટકોપરમાં(Ghatkopar) આવેલી મુંબઈ મહાનગરપાલિકાની(BMC) રાજાવાડી બ્લડ બેંકમાં(Rajawadi Blood Bank) 200 લિટર લોહીના બગાડના(Blood loss) મામલાની નોંધ લીધી છે. આરોગ્ય વિભાગની સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે(State Blood Transfusion Council) પાલિકાના ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને(Chief Medical Officer of Health) નોટિસ મોકલી છે. લોહીના બગાડના કિસ્સામાં આ નોટિસ મોકલવામાં આવી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટે સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલને(RTI Activist to State Blood Transfusion Council) જાણ કરી હતી કે રાજાવાડીમાં 200 લિટર લોહીનો બગાડ થઈ રહ્યો છે. આ ફરિયાદના આધારે મુખ્ય આરોગ્ય તબીબી અધિકારીએ(Medical Officer of Health) સમગ્ર મામલે તપાસ હાથ ધરવી જોઈએ, એવો નિર્દેશ સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. અરૂણ થોરાટ (Dr. Arun Thorat) દ્વારા આપવામાં આવેલ છે.
આ સમાચાર પણ વાંચો : મલાડમાં CRZ વિસ્તારમાં રહેલા સ્ટુડિયોને લઈને બબાલ-ભાજપના આ ધારાસભ્યએ મહાવિકાસ આઘાડી સરકારને લીધી ભીંસમાં
સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે વાંધો ઉઠાવ્યો હતો કે બ્લડ બેંકમાં એકત્ર કરાયેલા લોહીનું સમયસર પરીક્ષણ થતું નથી અને બ્લડ સેન્ટરના ટેકનિશિયન દ્વારા પણ ટેસ્ટ કરવામાં આવતો નથી. સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે પણ 2019 થી 6 બ્લડ સેન્ટર ટેકનિશિયનની ખાલી જગ્યા અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે સૂચના આપી છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પણ તપાસ કરે.