ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
હાઈ કોર્ટે આપેલા આદેશ સામે અપીલ કરવા માટે દેશની ટોચની ગણાતી ટેક્સટાઈલ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં રહેલી કંપનીએ કરેલી સ્પેશિયલ લીવ પીટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એ સાથે જ વડાલામાં તેણે બાંધેલી બિલ્ડિંગમાં ફલેટનું પઝેશન આપવામાં વિલંબ કરવા બદલ ગ્રાહકને રિફન્ડ કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
આ કંપનીએ વડાલામાં અલ્ટ્રા લક્ઝરીય ટાવર બાંધ્યા હતા, આ પ્રકરણમાં તેમને પીછેહઠ કરવી પડી છે. 2012-13માં ગ્રાહકે ફલેટ બુક કર્યો હતો. પરંતુ તેની પઝેશન તેને 2017માં મળ્યું હતું. તેથી તેણે મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટમાં ફરિયાદ કરી હતી. જ્યાં ગ્રાહકે બિલ્ડર દ્વારા કહેવામાં આવેલી અનેક સુવિધાઓ ઘટાડી નાખવામાં આવી હોવાની પણ ફરિયાદ કરી હતી. આ દરિમયાન બાંધકામ કરનારી કંપનીએ કહ્યું હતું કે તેમના દ્વારા પ્રોજેક્ટમા તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. બંને પક્ષોની દલીલ અને સાંભળ્યા બાદ તપાસ બાદ ટ્રીબ્યુલનલે રીફન્ડ ચૂકવવાનો ઓર્ડર આપ્યો હતો. જેને કંપનીએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. 30 ઓગસ્ટના બોમ્બે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં ટ્રીબ્યુનલ ચુકાદાને તેણે માન્ય રાખ્યું હતું. તેથી કંપનીએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટે પણ અગાઉને આદેશને માન્ય રાખ્યો હતો.