Site icon

મલાડમાં CRZ વિસ્તારમાં રહેલા સ્ટુડિયોને લઈને બબાલ-ભાજપના આ ધારાસભ્યએ મહાવિકાસ આઘાડી સરકારને લીધી ભીંસમાં

News Continuous Bureau | Mumbai

કોરોના(Corona) સમયગાળા દરમિયાન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન(Coastal Regulation Zone ) (CRZ) વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) કરીને મલાડમાં(Malad) ઊભા કરવામાં આવેલા સ્ટુડિયોને લઈને ભાજપના ધારાસભ્ય(BJP MLA) અતુલ ભાતખલકરે(Atul Bhatkhalkar) તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકારને(Mahavikas Aghadi Govt) ભીંસમાં લીધી છે.

Join Our WhatsApp Community

આ સ્ટુડિયો ઊભા કરવામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો  આરોપ પણ ભાતખલકરે કર્યો છે. તેમ જ મલાડના સ્ટુડિયોનું ભાડું કોના ખિસ્સામાં ગયું ? ગેરકાયદે સ્ટુડિયા(Illegal studios) પાછળ કોના આશીર્વાદ છે ? એવા સવાલ પણ તેમણે હાલ ચાલી રહેલા અધિવેશનમાં કર્યા હતા.

વિધાનસભા ગૃહમાં(Assembly House)  ભાતખલકરે કહ્યું હતું કે, મલાડના પશ્ચિમ માં મઢ વિસ્તારમાં આવેલા એરંગળમાં 'MTDC' એટલે કે રાજ્ય સરકારની(State Govt) એક મોટી જગ્યા છે. તે CRZ ઝોનમાં આવે છે. તેની બાજુમાં કલેક્ટર કચેરીની કેટલીક જમીન આવેલી છે. મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન 'MTDC'ની જગ્યા પર ભરણી કરવા માટે અરજીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ આ અરજીઓને પણ મંજૂરી આપવામાં આવી હતી. ભાતખલકરે એવો આક્ષેપ કર્યો હતો કે આ પરવાનગી CRZ નિયમોનું ઉલ્લંઘન કરીને આપવામાં આવી હતી. તેથી તેની તપાસ કરવાની તેમણે માગણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો : તો નક્કી- BMCમાં 236 નહીં પણ આટલા જ વોર્ડ રહેશે- મહારાષ્ટ્ર વિધાનસભાએ મંજૂર કર્યો આ ઠરાવ

“MTDC”ની જગ્યાને અડીને કલેક્ટર કચેરીની જગ્યા છે. જ્યારે કોરોના સમયગાળા દરમિયાન ફિલ્મોના શૂટિંગ(Film shooting) બંધ કરવામાં આવ્યા હતા ત્યારે આ સ્થળે કામચલાઉ બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી. આ પરવાનગી CRZ ઝોન શીટના આધારે છ મહિના માટે આપવામાં આવી હતી જે માત્ર ગોવા માટે જ લાગુ પડે છે. પરંતુ, દોઢ-બે વર્ષ બાદ પણ હંગામી બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી. આ કામચલાઉ માળખું 55 ફૂટનું છે, અને ત્યાં 15 થી 25 સ્ટુડિયો સ્થાપવામાં આવ્યા હોવાનો દાવો પણ ભાતખલકરે અધિવેશનમાં કર્યો હતો.
 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version