Site icon

મુંબઈની સ્કૂલ અને કૉલેજ શરૂ તો થઈ પણ વર્ગો ખાલીખમ, આ કારણે વિદ્યાર્થીઓ રહી ગયા શિક્ષણથી વંચિત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરવાર 

મુંબઈ સહિત રાજ્યમાં  આઠથી બારમા ધોરણ સુધીની સ્કૂલ, કૉલેજ ચાલુ કરી દેવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓને રેલવેનો પાસ મળતો નહોવાથી તેઓ સ્કૂલ, કૉલેજ પહોંચી શકતા નથી. એથી મોટા ભાગના વર્ગો ખાલી જોવા મળી રહ્યા છે.

મુંબઈની મોટા ભાગની સ્કૂલ, કૉલેજની હાલત એવી જ છે. મુંબઈની કૉલેજમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ કલ્યાણ, ડોંબિવલી, વસઈ-વિરાર જેવા દૂરનાં સ્થળોથી આવતા હોય છે. જોકે આ ઉંમરના લોકો વેક્સિન લેવાની શ્રેણીમાં આવતા નથી. એથી તેમને લોકલ ટ્રેનનો પાસ મળતો ન હોવાથી તેઓ શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. પ્રત્યક્ષ સ્કૂલ, કૉલેજ ચાલુ થવાથી ઑનલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી આ વિદ્યાર્થીઓના ભણતરને ભારે નુકસાન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને આવી રહેલી અડચણો બાબતે જુનિયર કૉલેજના તેમ જ સ્કૂલોના સંચાલકોએ શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડને સ્કૂલ ખૂલવા અગાઉ જ જાણ કરવામાં આવી હતી. જોકે હજી સુધી એના પર કોઈ નિર્ણય લેવાયો નથી. એથી છેવટે નુકસાન વિદ્યાર્થીઓના ભણતરને થઈ રહ્યું છે.

લો બોલો ! ડ્રગ્સ પ્રકરણમાં NCBની રેડમાં આગળ પડતા રહેલો ભાજપના કહેવાતો કાર્યકર્તા જ ફ્રોડ નીકળ્યો. પુણે પોલીસે તેના સામે બહાર પાડી લૂક આઉટ નોટિસ.

Mumbai Police: કરોડોની રિકવરીથી પોલીસ પરનો વિશ્વાસ દૃઢ: ચોરીનો માલ પરત મળતા લોકો ખુશ
Mira Bhayandar Municipal Corporation: હવે મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં બધુંજ કામ માત્ર મરાઠીમાં
Mumbai: મુંબઈના આ વિસ્તાર માં ફાટી નીકળી ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ, ભયાનક વીડિયો આવ્યો સામે
Mumbai: રૂપિયા માટે ખૂની ખેલ: લારી ચાલક હત્યાના ગુનામાં તેના ત્રણ મિત્રોની મુંબઈમાં ધરપકડ
Exit mobile version