News Continuous Bureau | Mumbai
Science exhibition: વિધાર્થીઓમાં સંશોધન તરફના અભિગમને વેગ આપવા અને તેમની કલ્પનાશકિત વિકસાવવા , વિધાર્થીઓને વિજ્ઞાનની નવી શોધોથી પરિચિત કરવા તેમજ તેમના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે આ વિજ્ઞાન પ્રદર્શન જાન્યુઆરી ૯થી ૧૧ તારીખોમાં મલાડમાં યોજાયું છે.
આ પ્રદર્શનનો મુખ્ય થીમ ” ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી” છે. જેના પેટા થીમ
છે….
(1) ખોરાક,આરોગ્ય અને સ્વચ્છતા
(2) પરિવહન અને સંચાર.
(3) કુદરતી ખેતી.
(4) ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
(5) મેથેમેટિકલ મોડલિંગ કોમ્પ્યુટેશનલ થિંકિંગ.
(6) વેસ્ટ મેનેજમેન્ટ.
(7) રિસોર્સ મેનેજમેન્ટ
પ્રદર્શનમાં આવા વિવિધ થીમ હેઠળ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટસ જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Nehru Yuva Kendra: સુરત ખાતે નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ
શિક્ષણ વિભાગ તરફથી શિક્ષક નિરીક્ષક અંતર્ગત જિલ્લા સ્તરના વિજ્ઞાન પ્રદર્શનનું આ આયોજન જે. ડી. ટી હાઇસ્કૂલ સંસ્કાર એજયુકેશન સોસાયટી,કુરાર વિલેજ. મલાડ (ઇસ્ટ) માં તારીખ 9 થી 11 જાન્યુઆરી 2025 ના દિવસોમાં રાખવામાં આવ્યું છે. એનો
સમય સવારે 9:00 થી સાંજના 4:00 સુધીનો રહેશે એવું એચ વોર્ડનાં પ્રચાર કન્વીનર તથા પ્યુપીલ્સ ઑન સ્કૂલનાં આચાર્યા કેયુરી પટેલે જણાવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ તથા અન્ય રસ ધરાવતાં વાલીઓ પણ હાજરી આપી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
