ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકામાં કેટલાક દાયકાઓથી ચાલતા ભંગાર ગોટાળા ઉપર હવે જઈને નેતાઓની આંખ ખૂલી છે. પાલિકામાં ચાલતા આ ભ્રષ્ટાચારની હદ એટલી છે કે છેલ્લાં 50 વર્ષથી એક જ કંપની ભંગાર ખરીદવામાં સામેલ છે. પાલિકાએ વર્ષ 2018માં 105 ફાયર બ્રિગેડની ગાડીઓને માત્ર 2.14 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. ફાયર બ્રિગેડની જીપ માત્ર 25 હજારમાં વેચાઈ ગઈ. આ ગાડીઓને વેચવા માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા પણ કાઢવામાં આવી ન હતી. BJP નેતા ભાલચંદ્ર શિરસાટે આક્ષેપ કર્યો છે કે ભંગાર ગોટાળો છેલ્લાં પચાસ વર્ષથી ચાલી રહ્યો છે.
કોંગ્રેસ પાર્ટીને મળ્યો ગ્લેમરનો એક નવો ચહેરો, ટેલીવિઝન જગત ની આ જાણીતી અભિનેત્રી પાર્ટીમાં જોડાઈ
હાલમાં ભંગાર થઈ ગયેલી ફાયર બ્રિગેડની ગાડીઓ માટે મુકાયેલા પ્રસ્તાવ બાદ બધા પક્ષના નેતાઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વર્ષ 2018માં ભંગારમાં વેચાયેલી ફાયરબ્રિગેડની ગાડીઓની જાણકારી આપવા માટે સ્થાયી સમિતિમાં પ્રસ્તાવ મુકાયો છે. પાલિકા સદનના નેતા વિશાખા રાઉતે પ્રસ્તાવને રદ કરીને સંપૂર્ણ મામલાની તપાસ કરવાની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રિક વાહનો આવી રહ્યાં છે તો ડીઝલ-પેટ્રોલ પર ચાલતી ગાડીઓને કાઢવાનું પ્રમાણ વધશે. એને લીધે ભ્રષ્ટાચાર થવાની સંભાવના પણ છે.