News Continuous Bureau | Mumbai
Sea Link Accident : બાંદ્રા ( Bandra ) તરફના બાંદ્રા-વરલી સી લિંક ( Bandra Worli Sea Link ) ના ટોલ પ્લાઝા ( Toll Plaza ) પર ઉભેલા કુલ છ વાહનોને એક ઝડપી કારે ટક્કર મારી હતી. ગુરુવારે (9 નવેમ્બર) રાત્રે બનેલા આ ભયાનક અકસ્માતમાં ( accident ) 3 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે બંનેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.
#WATCH | Maharashtra | Around 12 people injured after a speeding car collided with a total of 6 vehicles parked at the toll plaza in the Bandra direction. The speeding car was coming from Worli towards Bandra. 3 of the injured are in serious condition: Mumbai Police
(Warning:… pic.twitter.com/3ijVwEls71
— ANI (@ANI) November 9, 2023
પોલીસના જણાવ્યા અનુસાર, એક કાર વરલી બાંદ્રા સી લિંકથી બાંદ્રા તરફ ઝડપથી આવી રહી હતી, ઝડપથી આવતી કારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સી લિંક ટોલ પ્લાઝા પર ટોલ ભરવા માટે ઉભેલા 3 વાહનો સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 6 વાહનોને નુકસાન થયું હતું અને આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : Unseasonal Rain : દિવાળી સમયે કમોસમી વરસાદે વધારી વેપારીઓની ચિંતા.. મુંબઈ સહિત આ રાજ્યમાં છુટો છવાયો વરસાદ..જાણો વિગતે..
અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક બાંદ્રા ભાભા હોસ્પિટલમાં ( Bhabha Hospital ) દાખલ કર્યા….
ઘટનાસ્થળે પહોંચેલી બાંદ્રા પોલીસે સી-લિંક અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક બાંદ્રા ભાભા હોસ્પિટલમાં દાખલ કર્યા. જેમાં હાલ બે ઘાયલોની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં કાર ચાલક પણ ઘાયલ થયો હતો અને બાંદ્રા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલિસે મોડી રાત્રે કાર ચાલક સામે કેસ નોંધ્યો હતો. જો કે મેડિકલ રિપોર્ટમાં જણાશે કે કાર ચાલક નશામાં હતો કે નહીં અને અકસ્માતની વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.