Site icon News Continuous Bureau | Mumbai

તો શું 2022માં થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જશે? જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોનાને પગલે ફેબ્રુઆરી 2022માં થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જવાની શક્યતા છે. ચૂંટણી આયોગે પાલિકાની 2022માં નિયત સમયે ચૂંટણી કરવા મંજૂરી આપી દીધી છે, પરંતુ કોવિડ-19ના નિયમ અંતર્ગત નિયમોને ધ્યાનમાં રાખીને ચૂંટણી યોજવી અશક્ય જણાઈ રહી છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણા્વ્યા પ્રમાણે કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોય છે. એથી મતદાર કેન્દ્રને બમણી સંખ્યામાં વધારવાં પડશે. એની સાથે મનુષ્યબળ પણ બમણી સંખ્યામાં વધારવું પડશે. પાલિકાની ચૂંટણીમાં 70થી 80  ટકા કર્ચમારીને કામે લગાડવામાં આવે છે, પરંતુ હાલ પાલિકાના 30થી 40 ટકા કર્મચારી કોરોના સંબંધિત વેક્સિનેશનથી લઈને અન્ય કામમાં વ્યસ્ત છે. તેમ જ પાલિકાની ચૂંટણીમાં સરકારી કર્મચારીની મદદ લેવાતી નથી. ફક્ત પાલિકાના કર્મચારીઓ જ કામ સોંપવામાં આવતું હોય છે.

એ સિવાય ચૂંટણીમાં મોટા ભાગે મતદાન કેન્દ્ર તરીકે સ્કૂલ તથા સમાજ કલ્યાણ કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હાલ આ સ્થળોએ વેક્સિનેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. એથી પાલિકાએ મતદાન કેન્દ્ર માટે જગ્યા શોધવી પડશે. મતદાન કેન્દ્રની સંખ્યા પણ વધારવી પડશે. પાલિકાની સાથે જ પોલીસની સંખ્યા પણ વધારવી પડશે. આ સંજોગોમાં પાલિકાની ચૂંટણી કરવી મુશ્કેલ જણાઈ રહી છે.

 

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version