ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
મુંબઈમાં બનાવટી વેક્સિનેશન કેસમાં એક પછી એક કેસ આગળ આવી રહ્યા છે. કાંદિવલી બાદ હવે વર્સોવા પોલીસમાં ગુનો નોંધાયો છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ પ્રોડક્શન હાઉસે તેમની સાથે થયેલા બનાવટી વેક્સિનેશનની FIR નોંધાવી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 29 મે, 2021ના મૅચબૉક્સ પિક્ચર પ્રોડક્શન હાઉસના 150 કર્મચારી અને તેમના પરિવારને કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ વેક્સિન બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં નહોતાં. એટલું જ નહીં પણ વેક્સિન લીધા બાદ કોઈને પણ તાવ સહિત કોઈ ફરિયાદ પણ નહોતી થઈ. કાંદિવલીના હીરાનંદાની એસ્ટટમાં જે ગ્રુપે બનાવટી વેક્સિનેશન કૅમ્પ કર્યો હતો એ ગ્રુપ અહીં પણ સંકળાયેલું હોવાનું વર્સોવા પોલીસે જણાવ્યું હતું.
