186
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણીને કારણે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધી શકે છે.
આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી કેટલાક નિયંત્રણો લાદ્યા છે.
આ અંતર્ગત મુંબઈમાં આજથી 7 જાન્યુઆરી 2022 સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
પોલીસે 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રેસ્ટોરાં, હોટલ, બાર, પબ, રિસોર્ટ અને ક્લબ સહિત કોઈપણ બંધ કે ખુલ્લી જગ્યાએ નવા વર્ષની ઉજવણી, પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
નોંધનીય છે કે જયાં ધારા 144 લાગુ કરવામાં આવે તે વિસ્તારમાં પાંચ અથવા તેનાથી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકતા નથી.
ધર્મસંસદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરનાર કાલીચરણની અહીંથી થઇ ધરપકડ
You Might Be Interested In