News Continuous Bureau | Mumbai
દિવાળી(Diwali) તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મુંબઈ પોલીસે(Mumbai Police) પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દિવાળીના અવસર પર મુંબઈ પોલીસે શહેરમાં કર્ફ્યુ(Curfew) લાદી દીધો છે. એટલે કે મુંબઈમાં 16થી 30 ઓક્ટોબર દરમિયાન કલમ 144 લાગુ રહેશે. તેથી, આ સમયગાળા દરમિયાન પાંચ કે તેથી વધુ લોકો મુંબઈ(Mumbai)માં એકસાથે ભેગા થઈ શકશે નહીં. આ ઉપરાંત મુંબઈ પોલીસે માર્ચ, સરઘસ, લગ્નો અને જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જોકે, લગ્ન પ્રસંગ અને અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં રોક લગાવવામાં આવી નથી. થિયેટર અને મલ્ટિપ્લેક્સની આસપાસ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જે મુજબ કલમ 144 હેઠળ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં આ આદેશ લાગુ થશે.