175
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
હાલના દિવસોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે.
વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે શુક્રવારે લોકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ અંતર્ગત નવા વર્ષ પહેલા મુંબઈમાં કલમ 144 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.
સાથે જ 5pm થી 5am સુધી દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, દરિયા કિનારાના વિસ્તારો, બગીચાઓ, ઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળોએ લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ નિયમ દરરોજ લાગુ થશે.
આ ઉપરાંત કોઈપણ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકો જ એકઠા થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના 198 નવા કેસ નોંધાયા હતાં.જેમાં એકલા મુંબઈમાં 190 કેસનો સમાવેશ થાય છે
વાહ! હવે દહિસર-ભાઈંદર વધુ નજીક આવશે. BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત
You Might Be Interested In