ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
મધ્ય રેલ્વેએ કોરોના સમયગાળા દરમિયાન રેલ્વે મુસાફરો અને ટિકિટ નિરીક્ષકો (ટીસી) વચ્ચેનો સંપર્ક ટાળવા માટે ગેટ પર ટિકિટ ચેકીંગ સાથે થર્મલ ઇન્સ્પેક્શન પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
મધ્ય રેલ્વેએ કોરોના કાળમાં રેલ્વે મુસાફરો અને ટિકિટ નિરીક્ષકો (ટીસી) વચ્ચેનો સંપર્ક ટાળવા માટે ટિકિટ સાથે થર્મલ ઇન્સ્પેક્શન ગેટ પર જ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સૌ પ્રથમ આનો અમલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે શરૂ કરવામાં આવશે. આ બિનજરૂરી ભીડને અટકાવશે, સાથે જે મુસાફરોને કોરોના હોવાની શંકા હશે તેને તાત્કાલિક ધોરણે અલગ કરી દેશે. આમ કરવાથી ટ્રેનના અન્ય મુસાફરો માટે સલામત મુસાફરીની ખાતરી રહેશે. ઉપરાંત, પ્રવેશદ્વાર પર ટિકિટ પરનો ક્યૂઆર કોડ ચેક કરવામાં આવશે ત્યારે જ ટિકિટની માન્યતા પણ સ્કેન કરવામાં આવશે.
બીજી તરફ થર્મલ સ્કેનીંગ મશીન સંબંધિત મુસાફરોના શરીરનું તાપમાન તપાસશે. આ બંને બાબતો ચેક થયા બાદ જ પ્રવેશદ્વાર ખુલશે અને મુસાફરોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. સીએસએમટી મેઇલ-એક્સપ્રેસ માટેના પ્રવેશ દ્વાર એક મહિનામાં કાર્યરત થઈ જશે. હાલમાં, તે પ્રાયોગિક ધોરણે ચાલુ કરાયાં છે, એમ રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું. આમ કહી શકાય કે આગામી દિવસોમાં CSMT ચાલુ કર્યા બાદ અહીંથી ઉપડતી લોકલ ટ્રેનો માટે પણ આ જ ફોર્મ્યુલા અપનાવાશે એવી સંભાવના જોઈ શકાય છે..