ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
29 જાન્યુઆરી 2021
મુંબઈ શહેરમાં લોકલ ટ્રેનમાં સામાન્ય માણસને સફર કરવાની પરવાનગી પહેલી ફેબ્રુઆરીથી આપવામાં આવી છે.

પણ સામાન્ય માણસ આમાં સફર કરે તેનાથી અગાઉ ટ્રેનમાં વેપાર ધંધો કરનાર, ભિખારીઓ, સંગીત વગાડી ને પૈસા માંગનાર, નાની-મોટી વસ્તુઓ વેચનાર… આ તમામ લોકો ટ્રેનમાં સફર કરી રહ્યા છે.

આ વ્યક્તિઓ મોઢા ઉપર માસ્ક નથી રાખી રહી આટલું જ નહીં તેઓ સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતાં આ સુરક્ષિત રીતે પ્રવાસ કરી રહ્યા છે. તેમ છતા રેલવે ઓથોરિટી તેમને રોકી નથી રહી.


આ તસવીરો બોરીવલી થી શરૂ કરી વિરાર અને ત્યાર બાદ સફાળે તરફ જનાર રૂટની છે.
