News Continuous Bureau | Mumbai
બોમ્બે હાઈકોર્ટે (Bombay HIGH COURT)શુક્રવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(Serum Institute of India) અને માઈક્રોસોફ્ટના સ્થાપક(Founder of Microsoft) બિલ ગેટ્સને (Bill Gates)નોટિસ પાઠવી છે અને આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર તેમનો જવાબ માંગ્યો છે.
એડવોકેટ દિલીપ લુણાવતે (Advocate Dilip Lunawate) હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં અરજદારે આક્ષેપ કર્યો છે કે કોવિશિલ્ડની(Covishield) આડઅસરને કારણે તેમની પુત્રીનું મૃત્યુ થયું છે. અરજદારે તેના નુકસાન માટે વળતર તરીકે 1000 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
ભારત સહિત વિશ્વભરના દેશોમાં કોવિડશિલ્ડ વૅક્સિન સપ્લાય(Vaccine supply) કરવા માટે 2020 માં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન(Melinda Gates Foundation) સાથે ભાગીદારી કરી હતી. કરારમાં રસીના 100 મિલિયન ડોઝના ઉત્પાદનનો સમાવેશ થાય છે અને ગેટ્સ ફાઉન્ડેશનના (Gates Foundation) સહયોગથી સીરમ ઇન્સ્ટિટ્યૂટે તેના વિશ્વવ્યાપી પુરવઠાની ખાતરી કરી હતી.
ભારત સરકાર(Indian Govt), આરોગ્ય મંત્રાલય(Ministry of Health), ડ્રગ કંટ્રોલર(Drug Controller) જનરલ ઓફ ઇન્ડિયા(General of India), ડૉ. વી.જી. સોમાની, ડ્રગ કંટ્રોલર જનરલ અને એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાને અન્ય પ્રતિવાદી તરીકે બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઔરંગાબાદના(Aurangabad) રહેવાસી દિલીપ લુણાવતે કોર્ટમાં જણાવ્યું કે તેમની પુત્રી ધામણગાંવની(Dhamangaon) SMBT ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉક્ટર અને વરિષ્ઠ લેક્ચરર હતી. કોવિડ કાળમાં સંસ્થા દ્વારા તમામ આરોગ્ય કર્મચારીઓને વૅક્સિન લેવા માટે કહેવામાં આવ્યા બાદ તેમની પુત્રીને પણ રસી લેવાની ફરજ પડી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી જાનહાની ટળી- રેલવે ટ્રેક પર થયો અટકચાળો- મોટરમેનની સર્તકતાથી અકસ્માત ટળ્યો
અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેની પુત્રીને ખાતરી આપવામાં આવી હતી કે રસીઓ સંપૂર્ણપણે સલામત છે અને તેના શરીર માટે કોઈ ખતરો નથી. ડૉ.સોમાણી અને ગુલેરિયાએ અનેક ઈન્ટરવ્યુ આપ્યા હતા અને લોકોને ખાતરી આપી કે રસી સુરક્ષિત છે.
અરજીમાં તેમની પુત્રીનું 28 જાન્યુઆરી, 2021થી રસીનું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે “કોવિડશિલ્ડ રસીની આડઅસર” ને કારણે પહેલી માર્ચ, 2021 ના રોજ પુત્રીનું અવસાન થયું હતું.
દિલીપ લુણાવતે તેમની અરજીમાં કહ્યું કે તેઓ તેમની પુત્રીને ન્યાય આપવા માંગે છે