ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 નવેમ્બર 2020
મુંબઈ પાલિકા 1800 મીમી વ્યાસવાળી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં સુમન નગર જંકસન નજીક લીકેજ થયું છે. જેને બંધ કરવા 11 નવેમ્બરે સવારે દસથી રાતના આઠ વાગ્યા સુધી સમારકામ કરવાનું હોવાથી સાત વિભાગના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે અને 12 નવેમ્બરે ધીમો પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે. આથી નાગિરકોને જરૂરિયાત પૂરતું પાણી ભરી લેવા તેમજ બે દિવસ સુધી પાણી ગાળીને અને ઉકાળીને પીવું.' એવી સૂચના મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવી છે.
# એમ- પૂર્વના ટ્રોમ્બે , સીજી ગીડવાણી માર્ગ, રામકૃષ્ણ ચેમ્બરુકર માર્ગ, સહ્યાદ્રી નગર, કસ્તુરબા નગર, અજીજ બાગ, અયોધ્યા નગર, મ્હાડા કોલોની. ભારત નગર, આણીક ગાવ,' વિષ્ણુ નગર, પ્રયાગ નગર અને ગવાણ પાડા.
# એમ- વેસ્ટમાં સાઈબાબા નગર, શેલ કોલની, સિદ્ધાર્થ કોલોની. પોસ્ટલ કોલોની. એચપીસીએલ, બીપીસીએલ, આરસીએફ, બીપીટી, ટાટા પાવર, રામકૃષ્ણ ચેમ્બુરકર માર્ગ, આંબાપાડા, માહુલ ગામ, મ્હૈસુર કોલોની, વાશી ગાવ, માહુલ પીએપી, મુકુન્દ નગર. એસઆરએ, લક્ષ્મી નગર. કલેકટર કોલની, સિંધી સોસાયટી, ચેમ્બુર કેમ્પ. ચેમ્બુર નાકા. સુમન નગર. સાયન-ટ્રોમ્બે માર્ગ.
# એફ દક્ષિણમાં પરળ ગામ, શિવડી વેસ્ટ અને પૂર્વ હોસ્પિટલ ઝોન, કાળે વાડી.
# એફ ઉત્તરમાં કોકરી આગાર. એન્ટોપ હિલ, વડાળા ગેટ ક્રમાંક 4, કોરબા મીઠાગર. બીપીટી.
# બી વિભાગમાં ડોગરી એ ઝોન, વાડી બંદર. સેન્ટ્રલ રેલવે ઝોન, બીપીટી ઝોન.
# ઈ વિભાગમાં ડોર્કયાર્ડ- ઝોન, હાથીબાગ, હુસેન પટેલ રોડ અને માઉન્ટ રોડ ઝોન અને જેજે હોસ્પિટલ તથા
# એ વિભાગમાં નેવલ ડોક આઉટલેટ ઝોન. અને સેન્ટ જોર્જ હોસ્પિટલમાં પાણી પુરવઠો નહીં મળે એમ મુંબઈ પાલિકા તરફથી બહાર પાડવામાં આવેલી અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.