ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
દક્ષિણ મુંબઈમાં તાડદેવમાં ગોવાલિયા ટેન્ક પાસે આવેલી હાઈરાઈસ ગ્રાઉન્ડ પ્લસ 20 માળાની ‘સચિનામ હાઈટ્સ’ બિલ્ડિંગમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગનો મૃત્યુ આંક ત્રણ થી વધીને સાત થઈ ગયો છે.
વહેલી સવારના કમલા બિલ્ડિંગના 18મા માળા પર ફાટી નીકળી આગ સવારના 11 વાગ્યા સુધી સાત લોકોનો ભોગ લીધો છે. સવારના 7 વાગ્યા ની આસપાસ અચાનક આગ ફાટી નીકળેલી આગને બુઝાવવા ફાયરબ્રિગેડના 13 ફાયર એન્જિન અને સાત જંબો ટેન્કરે જહેમત ઉઠાવી હતી. જોકે આગ એટલી ભીષણ હતી અને ત્યારબાદ નીકળેલા ઝેરી ધુમાડો રહેવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ છે.
આવતી કાલે બોરીવલી થી ગોરેગામ વચ્ચે જમ્બો બ્લોક. જાણો વિગત અહીં.
આગ લાગ્યા બાદ અનેક લોકો બિલ્ડિંગની બહાર સુરક્ષિત રીતે નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે બિલ્ડિંગમાં રહેતા સિનિયર સિટિઝનો માટે બહાર નીકળવું મુશ્કેલ થયું હતું. આગને કારણે આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. બિલ્ડિગની લાઈટ પણ જતી રહી હતી. ફાયરબ્રિગેડે અનેક લોકોને બચાવ્યા હતા. તેમાંના મોટાભાગને લોકોને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં ત્રાસ થયો હતો.
જખમીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પાલિકા સંચાલિત નાયર હોસ્પિટલમાં સાત જણને લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી પાંચના મોત થયા હતા. તો કસ્તુરબા હોસ્પિટલમાં બે લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનું મોત થયું હતું. તો ભાટિયા હોસ્પિટલમાં 14ને દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનું મૃત્યુ થયું હતું.
આગની આ ભીષણ દુર્ઘટનામાં કમલા બિલ્ડિંગના કુલ સાત જણના મોત થયા હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ મોડેથી આગ બુઝાવવામાં સફળતા મળી હતી. જોકે પૂરી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ કામ કરતી હતી કે નહીં તે તપાસ બાદ જાણી શકાશે.