Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! સેન્ટ્રલ રેલવેમાં ફેબ્રુઆરીમાં આટલા કલાકનો મેગાબ્લોક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

બુધવાર.

સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પ્રવાસ કરવો ફરી એક વખત માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. સેન્ટ્રલ રેલવેએ 4 થી 6 ફેબ્રુઆરી 2022 દરમિયાન 72 કલાકનો મેગા બ્લોક રાખ્યો છે.  આ મેગાબ્લોક પાંચમી-છઠ્ઠી લેનના કામ મટે લેવામાં આવવાનો છે. આ મેગાબ્લોકો બાદ છ ફેબ્રુઆરીથી પાંચમી અને છઠ્ઠી લાઈન રેલ વ્યવહાર માટે ખુલ્લી મુકાશે.

સેન્ટ્રલ રેલવેના જણાવ્યા મુજબ 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન 72 કલાકનો મેગાબ્લોક લેવામાં આવશે. આ મેગાબ્લોક 5મી અને 6ઠ્ઠી લેનના કામ માટે લેવામાં આવવાનો છે. થાણેથી દિવા સુધીના પાંચમા અને છઠ્ઠા રૂટને લોકલ શેડ્યૂલને સુવ્યવસ્થિત કરવા માટે ઝડપી બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે અલગ-અલગ રૂટ રહેશે પાંચમી અને છઠ્ઠી લેન 6 ફેબ્રુઆરીથી ખોલવામાં આવશે, એ સાથે જ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે અલગ લેન ઉપલબ્ધ થશે અને સ્થાનિક લોકલ ટ્રેનના ટાઈમટેબલને સુધારવામાં પણ મદદ કરશે.

થાણેથી દિવા 5મી અને 6ઠ્ઠી લેન પર કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ રૂટના વિવિધ કામો માટે ડિસેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 સુધી મોટા મેગાબ્લોક લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 2021માં 18 કલાકનો મેગાબ્લોક લેવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2022માં 24 કલાક અને 36 કલાકનો મેગાબ્લોક લેવામાં આવ્યો હતો. તો 23 જાન્યુઆરીના પણ 14 કલાકનો મેગાબ્લોક રહેશે, એમ રેલવે પ્રશાસને જણાવ્યું હતું. બીજા દિવસે સવારે 1.20 થી બપોરે 3.20 વાગ્યા સુધી બ્લોક રાખવામાં આવશે. તે સમયે, 300 થી વધુ સ્થાનિક રાઉન્ડ ટ્રિપ્સ રદ કરવામાં આવશે. આ બ્લોક પછીનો સૌથી લાંબો બ્લોક 72 કલાકનો રહેશે. આ બ્લોક 4 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. તે સમયે લોકલ રાઉન્ડ રદ કરવાથી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રક પર પણ અસર થશે.

સાવધાન, ઓમીક્રોનના ખતરા વચ્ચે મુંબઈમાં આ વર્ષનો પહેલો મ્યુકોરમાયકોસીસનો કેસ નોંધાયો; જાણો વિગત

એકવાર પાંચમી અને છઠ્ઠી લાઇન શરૂ થયા પછી મધ્ય રેલવે શેડ્યૂલમાં 100થી વધુ લોકોમોટિવ ઉમેરી શકે છે. તેમજ સેન્ટ્રલ રેલવેની પેસેન્જર ક્ષમતામાં 2.5 થી 3 લાખ મુસાફરોનો વધારો થશે. એટલા માટે આ કામ મહત્ત્વનું છે અને તે 72 કલાકના સૌથી લાંબા અને છેલ્લા જમ્બો મેગાબ્લોક સાથે ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે.

અત્યાર સુધીમાં કલ્યાણથી દિવા અને થાણેથી કુર્લા સુધી પાંચમી અને છઠ્ઠી લેન બનાવવામાં આવી છે. થાણે-દિવા 5મી-6ઠ્ઠી લાઇનનું કામ છેલ્લા દસ વર્ષથી અટકેલું હતું. માર્ચ 2019ની ડેડલાઈન ઘણી વખત બદલવામાં આવી હતી. અંતિમ તારીખ જૂન 2021 હતી. પરંતુ લોકડાઉનના કારણે માનવબળની અછત અને અન્ય ટેકનિકલ કારણોસર કામ ફરી અવરોધાયું હતું. તેથી, હવે આ માર્ગને માર્ચ 2022 પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version