76
News Continuous Bureau | Mumbai
આંશિક રદ ટ્રેનો:-
- Kandivli Borivali block ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ 19 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ 21 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રિશેડ્યૂલ ટ્રેનો
- ટ્રેન નં. 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ અમદાવાદ થી 27 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક, 10 અને 15 જાન્યુઆરી 2026 ના રોજ 45 મિનિટ અને 16 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ રિશેડ્યૂલ થશે.
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ થી 28 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક 35 મિનિટ, 11 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ, 16 અને 17 જાન્યુઆરી 2026 ના રોજ 50 મિનિટ રિશેડ્યુલ થશે.
- ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 28 ડિસેમ્બર 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 01.00 કલાક રિશેડ્યુલ થશે.
બોરીવલી સ્ટેશન પર સ્ટોપેજ ના કરનારી ટ્રેનો
- ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન ટ્રેન વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે.
- ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન તે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે.
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Join Our WhatsApp Community