Shah Rukh Khan FDA Notice શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફ મુશ્કેલીમાં, પાન મસાલા ની જાહેરાત મામલે મહારાષ્ટ્ર FDAએ ફટકારી નોટિસ

Shah Rukh Khan FDA Notice પ્રતિબંધિત પાન મસાલાના પરોક્ષ પ્રમોશન (Surrogate Advertising) ની આશંકાએ ત્રણેય પ્રખ્યાત અભિનેતાઓ સામે લેવાયા કડક પગલાં

by Krishna
Shah Rukh Khan FDA Notice  શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફ મુશ્કેલીમાં,  પાન મસાલા ની જાહેરાત મામલે મહારાષ્ટ્ર FDAએ ફટકારી નોટિસ

 

News Continuous Bureau | Mumbai

Shah Rukh Khan FDA Notice મહારાષ્ટ્ર અન્ન અને ઓષધ પ્રશાસન (FDA) દ્વારા બોલિવૂડના દિગ્ગજ કલાકારો શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને ‘પાન મસાલા ની જાહેરાત સંદર્ભે કારણદર્શક નોટિસ (Showcause notice) ફટકારવામાં આવી છે. આ કલાકારો પર પ્રતિબંધિત પાન મસાલાનું સરોગેટ પ્રમોશન કરવાનો ગંભીર આરોપ છે.

Shah Rukh Khan FDA Notice – સરોગેટ એડવર્ટાઈઝિંગના માધ્યમથી પ્રતિબંધિત ઉત્પાદનોના પ્રચારનો આરોપ

રાજ્યમાં પાન મસાલા અને તમાકુયુક્ત ઉત્પાદનોના વેચાણ તેમજ પ્રચાર પર કાયદાકીય પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર FDA નું માનવું છે કે બ્રાન્ડ એક્સટેન્શન (Brand Extension) ની આડમાં ફેમસ સ્ટાર્સ દ્વારા કરવામાં આવતી આ જાહેરાતો વાસ્તવમાં પ્રતિબંધિત ‘વિમલ પાન મસાલા’ (Vimal Pan Masala) ને જ પ્રોત્સાહન આપી રહી છે, જે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

Shah Rukh Khan FDA Notice – અભિનેતાઓએ ૧૫ દિવસમાં ખુલાસો કરવા અને કરાર રજૂ કરવા આદેશ

પ્રશાસન દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, તમામ અભિનેતાઓએ નોટિસ મળ્યાના ૧૫ દિવસની અંદર પોતાનો લેખિત જવાબ રજૂ કરવાનો રહેશે. આ સાથે જ તેમને એન્ડોર્સમેન્ટ (Endorsement) સંબંધિત કરાર, પેમેન્ટની વિગતો અને જાહેરાત પહેલાં કરવામાં આવેલી જરૂરી તપાસ (Due Diligence) ના પુરાવા પણ આપવા જણાવાયું છે.

Shah Rukh Khan FDA Notice – નિયમોનું પાલન ન થાય તો કાયદેસરની કડક કાર્યવાહીની ચેતવણી

જો કલાકારો તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSS Act) તથા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતો સામે FDA ના વડા તુકારામ મુંઢે ના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ કડક ઝુંબેશથી મનોરંજન જગતમાં મોટો હડકંપ મચી ગયો છે.

👉 આ સમાચાર વાચો:
Share Market Updates શેરબજારના લેટેસ્ટ અપડેટ્સ ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણે નિફ્ટી ૨૪,૩০০ ની નીચે ગગડી, રોકાણકારોના ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ડૂબ્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More