Site icon

વાહ! BMCની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણશે શૅરબજારના પાઠ, નવા શૈક્ષણિક વર્ષથી કોર્સનો થશે સમાવેશ; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને હવે તેમના અભ્યાસક્રમમાં શૅરબજારના પાઠ ભણાવવામાં આવવાના છે. મુંબઈ મનપાએ “આર્થિક સાક્ષરતા મિશન” હેઠળ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નાની ઉંમરમાં જ તેમને આર્થિક સાક્ષરતા પાઠ ભણાવવાની છે. જે હેઠળ આવતા શૈક્ષણિક વર્ષથી પાલિકાની શાળાના વિદ્યાર્થીઓને બોમ્બે સ્ટોક એક્સચેન્જના માધ્યમથી શૅરમાર્કેટ અને બૅન્કિંગના પાઠ ભણાવાશે. 

Join Our WhatsApp Community

આગામી શૈક્ષણિક વર્ષથી એટલે કે જૂન ૨૦૨૨થી આઠમા અને નવમા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં  તેનો સમાવેશ કરવામાં આવવાનો છે. તે માટે તેનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આજે આ પુસ્તકનું પ્રકાશન અને આર્થિક સાક્ષરતા મિશનનો શુભારંભ રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આજે બપોરના 12 વાગે કરવામાં આવવાનું છે. એ દરમિયાન બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સભાગૃહમાં પાલિકા અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્સ્ટિટ્યૂટ લિમિટેડ વચ્ચે કરાર પણ થશે.

આ સમાચાર પણ વાંચો : શરદ પવારના ઘરની બહાર હંગામાને મામલે પોલીસ વિભાગ પર પસ્તાળ પડી. એક સસ્પેંડ બે ની બદલી. જાણો વિગત.

આ શિક્ષણ માટે પ્રથમ તબક્કામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા પાલિકાની સ્કૂલના ૧૦૦ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આ શિક્ષકો પછી વિદ્યાર્થીઓને નાણાંનું મહત્ત્વ એનો ઉપયોગ અને બચતનું આયોજન શીખવાડશે. એમા બૅન્કનું મહત્વ, બૅન્કની કામગીરી, રિઝર્વ બૅન્કની ભૂમિકા, શૅરબજાર, નાણાંબજાર તેમ જ બચતની જરૂરિયાત, મહત્ત્વ અને યોગ્ય વિનિમયની માહિતી પણ આપવામાં આવશે. આ શિક્ષણમાં થિયરીની સાથે જ પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવશે. બૅન્કમાં અને શેરમાર્કેટમાં વિઝિટ કરાવવી, બૅન્કમાં જઈને પૈસા ડિપોઝિટ કરવા માટે કેવી રીતે સ્લીપ ભરવી, ડિમાન્ડ ડ્રાફ્ટ કોને કહેવાય એ તમામ માહિતી આપવામાં આવશે.

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version