ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
બોરીવલી પૂર્વમાં આવેલી જી એચ હાઇસ્કૂલ છેલ્લા 85 વર્ષથી કાર્યરત છે. અહીં થી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી ચૂક્યા છે. અહીંના શિક્ષકોએ અનેક બાળકોના જીવનનું ઘડતર કર્યું છે. આવા વિદ્યાર્થીઓ નું એક સંમેલન યોજાયું હતું. બોરીવલી ખાતે યોજાયેલા આ સંમેલનમાં 1983 વર્ષમાં દસમું ધોરણ પાસ થયેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા.ડિજિટલ મીડિયાના માધ્યમથી આ તમામ વિદ્યાર્થીઓ હાલ એક ગ્રુપમાં સામેલ છે તેમજ વર્ષ 2016 તેઓ સ્નેહ સંમેલન નો કાર્યક્રમ કરતા રહે છે.
પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમને કોરોના નુ દુષણ નડ્યું નથી. ૧૦૦ થી વધુ મિત્રોએ આ કાર્યક્રમમાં જોડાવાનું નક્કી કર્યું અને જોડાયા. વિદ્યાર્થીઓએ જુના સંભારણા યાદ કર્યા હતા અને આનંદ માણ્યો હતો. જોકે મુંબઈની બહાર તેમજ વિદેશમાં રહેતા મિત્રો લોક ડાઉન ને કારણે આવી શક્યા નહોતા.
આ રિયુનિયન ની ખાસિયત એ હતી કે વિદ્યાર્થીઓ એ જરૂરતમંદ મિત્રો માટે ફંડ એકઠું કર્યું હતું. આ ફંડમાં લોકોએ સ્વેચ્છાથી પોતાનો ફાળો આપ્યો હતો. આ ફંડનો ઉપયોગ મેડીકલ પોલીસી, ઉચ્ચ ભણતર માટેની ફી વગેરેમાં કરવામાં આવે છે.
