ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
રાજ કુન્દ્રાને પૉર્ન ફિલ્મ બનાવવા અને મોબાઇલ પર તેના સ્વિમિંગના આરોપ હેઠળ જેલમાં બંધ કરાયો છે. તેની વિરુદ્ધ મજબૂત સબૂત હોવાનો દાવો પણ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. આટલો મોટો કાળો કારોબાર ચલાવનારા કુન્દ્રા સાથે રહેતી તેની પત્ની શિલ્પા શેટ્ટીને શું ખરેખર પતિનાં કુકર્મોની જાણ ન હતી? કુંદ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસની ચાર્જશીટમાં સાક્ષી તરીકે શિલ્પા શેટ્ટીનું નામ પણ છે.
આ ચાર્જશીટ મુજબ શિલ્પાએ પોલીસને જણાવ્યું હતું કે તે હું અભિનય અને રિયાલિટી શોનાં કામોમાં એટલી વ્યસ્ત હતી કે રાજ કુંદ્રા શું કરે છે એની મને ખબર જ ન હતી. એટલું જ નહીં, શિલ્પાને તો કુન્દ્રાના હૉટશૉટ્સ અને બોલીફેમ આ બંને વિવાદિત પૉર્ન ઍપ વિશે પણ જાણકારી ન હતી.
લ્યો બોલો ભારતની ૧૦ ટકા ધનિક આખા વ્યક્તિઓ દેશની ૫૦ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે;જાણો વિગત
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે પૉર્ન ફિલ્મના નિર્માણ અને એની ઑનલાઇન રિલીઝમાંથી ગત વર્ષે ઑગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે સવા કરોડ રૂપિયાની કમાણી કુંદ્રાએ કરી હતી.