News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ( Shinde government ) પોતાના વિશેષ અધિકારનો ઉપયોગ કરીને મુંબઈ ( Mumbai ) સહિત 24 નગરપાલિકા અને મહાનગરપાલિકાની ના તમામ વોર્ડની ( wards ) પુનઃરચના કરવાનો આદેશ આપી દીધો છે. આ આદેશ મુજબ હવે ફરી એક વખત તમામ વોર્ડના સીમાડાઓ ( boundaries ) બદલાશે ( change ) . અને આવું થશે તો ફરી એક વખત આરક્ષણ અને મહિલા બોર્ડની લોટરી પણ નીકળી શકે છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે અગાઉની ઉદ્ધવ સરકારે મુંબઈ ( Mumbai ) શહેરના વોર્ડની ( wards ) સંખ્યા વધારીને 236 કરી નાખી હતી. આ નિર્ણયની વિરુદ્ધમાં કોર્ટના દરવાજા ખખડાવ્યા માં આવ્યા હતા. આ ઉપરાંત આ સંદર્ભે આગામી સપ્તાહે સુનાવણી થવાની છે. પરંતુ સુનાવણી થાય તે પહેલાં જ મુખ્યમંત્રીના કાર્યાલય એ પોતાનો વિશેષાધિકાર વાપર્યો છે.
આ સમાચાર પણ વાંચો: આ તારીખો નોંધી લેજો નહીં તો ડિસેમ્બરમાં પૈસા માટે મારવા પડશે ફાંફાં! આ 13 દિવસ બંધ રહેશે બેંક.. જુઓ રજાની યાદી
આ 24 નગરપાલિકાઓના વોર્ડની પુનઃરચના
મુંબઈ ( Mumbai ) , થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર, વસઈ-વિરાર, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપુર, કોલ્હાપુર, નાસિક, અકોલા, અમરાવતી, નાગપુર, સંભાજીનગર નાંદેડ- વાઘાલા, લાતુર, પરભણી, ચંદ્રપુર, ભિવંડી-નિઝામપુર માલેગાંવ, પનવેલ, મીરા-ભાઈંદર ની 23 નગરપાલિકાઓની મુદત પૂરી થઈ ગઈ છે. હાલમાં ત્યાં વહીવટકર્તાઓ ચાર્જ સંભાળે છે. નવી રચાયેલી ઇચલકરંજી નગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાશે