ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
કેન્દ્રીય લઘુમતીના પ્રધાન નારાયણ રાણે પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે સામે શિવસેનાએ સમાજમાં તણાવ નિર્માણ કરી રહ્યા હોવાની ફરિયાદ મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
નિતેશ રાણેએ બુધવારે વીરમાતા જિજાબાઈ ઉદ્યાન (રાણીબાગ)નું નામ રાતોરાત બદલીને હજરત પીર બાબા કરી દેવામાં આવ્યું હોવાની એક ટ્વીટ કરી હતી. સાથે જ એક ફોટો પણ તેણે શેર કર્યો હતો. નિતેશની ટ્વીટને કારણે ઉદ્ધવ ઠાકરેની બદનામી થાય છે, સાથે જ બે સમાજ વચ્ચે પણ તણાવ ઊભો થઈ રહ્યો છે એવો આરોપ શિવસેનાએ કર્યો હતો. તથા મુંબઈના કાળા ચોકી, વરલી અને ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ મેયર કિશોરી પેડણેકર વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દનો ભાજપના આશિષ શેલારે ઉપયોગ કર્યો હતો ત્યારે પણ શિવસૈનિકો આક્રમક થઈ ગયા હતા. હવે ફરી રાણીબાગના નામને લઈને કરેલા વિવાદાસ્પદ ટવીટને કારણે શિવસેના આક્રમક થઈ ગયો છે.