ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
એશિયાની સૌથી વધુ ધનિક એવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં થવાની છે. શિવસેનાએ BMCની આ ચૂંટણી જીતવા બ્યુગલ વગાડી દીધું છે. મંગળવારે, મુંબઈને મૂળભૂત સુવિધાઓ આપવાના નામ પર તમામ સાંસદો, ધારાસભ્યો અને નગરસેવકોની જમ્બો બેઠક યોજાઈ હતી.
શિવસેના BMCની ચૂંટણીઓ વિશે ખૂબ જ સચેત છે અને બધા કાર્યકરોનેએક-એક મત માટે કામ પર લગાવવામાં આવ્યા છે. ગત ચૂંટણીઓ વખતે શિવસેના રાજ્યમાં ભાજપ સાથે સત્તામાં હતી. છતાં બંને પક્ષો અલગથી લડ્યા હતા. હવે રાજ્યની સત્તામાં પરિવર્તન થયું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની સેમી ફાઇનલ કહેવાતી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતી સત્તા જાળવી રાખવા માગે છે. મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બધા જ કાર્યકર્તાઓને કામે લગાડી દીધા છે.
આ કારણોસર BMCએ જે સુવિધાઓ પ્રાપ્ત કરી હતી તે ઘટાડે છે. સુવિધાઓને પુનર્સ્થાપિત કરવા માટે જબ્મો બેઠકની જરૂર ન હતી, પરંતુ આ બહાને BMC ચૂંટણીઓની વ્યૂહરચના બનાવવામાં આવી હતી. આ મિટિંગમાં રિપેર બોર્ડના ચૅરમૅન વિનોદ ઘોસાળકર, મેયર કિશોરી પેડણેકર, MP અરવિંદ સાવંત, ગજાનન કીર્તિકર, ધારાસભ્ય સુનીલ પ્રભુ, મંગેશ કુડલકર, પ્રકાશ સુર્વે સહિત મોટી સંખ્યામાં નગરસેવકો જોડાયા હતા.
આ સંદર્ભે રિપેર બોર્ડના ચૅરમૅન વિનોદ ઘોસાળકરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “અમે લોકો વચ્ચે જઈને કામ કરીએ છીએ. મુંબઈએ હંમેશાં શિવસેના પર વિશ્વાસ રાખ્યો છે. આ વખતે પણ અમે જ જીતીશું.”