ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકાની 2021માં ચૂંટણી થવાની છે. એ અગાઉ મુંબઈના 227 વૉર્ડની પુનર્રચના થવાની છે. ચૂંટણીને ફક્ત 9 મહિના બાકી છે. એ પહેલાં જ શિવસેના અને ભાજપની સામસામે આક્ષેપબાજી ચાલુ થઈ ગઈ છે. પાલિકાની ચૂંટણીમાં વધુ બેઠક મેળવવા શિવસેના 30 વૉર્ડમાં તોડફોડ કરી રહી હોવાનો ભાજપના નેતા આશિષ શેલારે આક્ષેપ કર્યો છે. એની સામે ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે એવો કટાક્ષ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે ભાજપ પર કર્યો છે.
શું કાંદિવલી બની રહ્યું છે કોરોનાનું હૉટ સ્પૉટ? જાણો વિગત
ભાજપના આક્ષેપ બાદ મેયરે કહ્યું હતું કે મુંબઈ પાલિકા પર શિવસેનાનો જ ભગવો ફરકશે, એમાં કોઈ શંકા નથી. એથી અત્યારથી ભાજપને હારવાનો ડર સતાવી રહ્યો છે. એટલે જ ભાજપ મનફાવે એવા આરોપ શિવસેના પર કરી રહ્યો છે. ઊલટાનું ભાજપની પોતાની સરકાર હતી ત્યારે 2017માં પોતાને ફાયદા થાય એ મુજબ તેઓએ મુંબઈના વૉર્ડની પુનર્રચના કરી હતી, જેથી ત્યાં શિવસેના હારી જાય. હવે જ્યારે 2011ની જનગણના મુજબ વૉર્ડની પુનર્રચના થઈ રહી છે તો તેમના પગ નીચેથી માટી સરકી જાય એવી તેમની હાલત થઈ ગઈ છે. એટલે તેઓ ખોટી બૂમાબૂમ કરે છે અને શિવસેનાને બદનામ કરી રહ્યા છે.