મને જમીન દેખાડવવા વાળા અમીત શાહ- અમે તને આસમાન દેખાડી દેશું- મહારાષ્ટ્રમાં આરોપ પ્રત્યારોપ જોરમાં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહે(Amit Shah) રવિવારે મુંબઈની મુલાકાતે(Mumbai Visit) આવ્યા હતા. એ  દરમિયાન આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં(BMC Election) શિવસેનાને(Shivsena) જમીન પર ઉતારી દેવાની અમિત શાહે ચીમકી આપી હતી. ભાજપે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)  પર કરેલા પ્રહારનો હવે શિવસેનાએ હવે વળતો જવાબ આપ્યો છે.

અમિત શાહે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને આગમી સમયમાં પાઠ ભણાવવાનો નિર્દેશ પોતાના કાર્યકર્તાઓને આપ્યો હતો. ત્યાર બાદ શિવસેના શું જવાબ આપે છે તેના પર સૌ કોઈની નજર હતી. છેવટે ઉદ્ધવ ઠાકરેએ પોતાનું મોં ખોલ્યું હતું અને કહ્યું હતું કે દશેરાના મેળામાં તમામ હિસાબ ચૂકતો કરશું, હવે મો પર મુખ્યમંત્રીની સંયમનો(Chief Minister) માસ્ક નથી. નાસી છૂટેલા લોકો કરતા મૂઠ્ઠીભર વફાદારો કોઈ પણ દિવસ સારા. આવા મૂઠ્ઠીભરો સાથે જ અમે મેદાન ગજાવશું એવો કટાક્ષ પણ ઉદ્ધવ ઠાકરેએ શિંદે ગ્રુપમાં(Shinde Group) જોડાઈ ગયેલા બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs) પર કર્યો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : શિવસેના-ભાજપ વચ્ચે હવે શરૂ થયું પોસ્ટર ફાડો યુદ્ધ- ભાજપે શિવસેનાની સ્ટાઈલમાં રસ્તા વચ્ચે લાગેલા ઉદ્ધવના પોસ્ટર ફાડી નાખ્યા- જાણો સમગ્ર મામલો

મંગલમૂર્તિ સામે અભદ્ર ભાષામાં(Vulgar language) વતા કરવાની ના હોય, પરંતુ શિવસેનાને જમીન દેખાડશું એવું બોલીને તેઓ ગયા છે. તેમને શું બોલવું છે તે બોલવા દો. પણ હવે શિવસેના ભાજપને પાલિકાની ચૂંટણીમાં આસ્માન દેખાડશે, ભાજપને મૂહતોડ જવાબ આપશું એવું ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે. શિવસેના તમામ હિસાબ દશેરાના મેળામાં ચૂકવશે એવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment