ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
શિવસેનાના કાર્યકરોની ગુંડાગીરી ફરી એક વખત સામે આવી છે. વાત એમ છે કે કાંદિવલી વિસ્તારમાં પોઇસરના શિવસૈનિકોએ એમેઝોનના ડિલિવરી બૉય સાથે મારપીટ કરી હતી અને તેનો સામાન પણ તોડી નાખ્યો હતો. પીડિત છોકરાએ આ અંગે સમતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ બાદ પોલીસે છ આરોપીઓ સામે FIR નોંધી છે.
પોલીસે આ કેસમાં શિવસેનાના શાખા પ્રમુખ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, જ્યારે પોલીસ અન્ય બે ફરાર આરોપીઓની શોધમાં છે. સમતાનગર પોલીસે એક મીડિયા હાઉસને જણાવ્યા મુજબ, ફરિયાદી રાહુલ શર્મા પોઇસર કાંદિવલી પૂર્વના જય હિંદ ચાલનો રહેવાસી છે.
આને કહેવાય નસીબ! આ શખ્સ રાતોરાત બની ગયો લખપતિ; ચોરબજારમાંથી ૯૦ પૈસામાં ખરીદેલી ચમચી બે લાખમાં વેચી
પીડિતે પોલીસને જણાવ્યું કે તે એમેઝોનમાં ડિલિવરી બૉય તરીકે કામ કરે છે. મંગળવારે બપોરે, જ્યારે તે એમેઝોનથી ઑર્ડર લઈને પોઈસર ગયો હતો એ સમયે ભારે વરસાદને કારણે પોઇસરના શિવાજી મેદાન ખાતે શિવસેના શાખાની બહાર છત નીચે ઊભો હતો.
દરમિયાન ચંદ્રકાંત નિનાવે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચંદ્રકાંત તેના ઑર્ડરના માલ પર પગ મૂકીને ચાલ્યો હતો, જેના પર પીડિતે ચંદ્રકાંતને કાળજીપૂર્વક ચાલવા કહ્યું હતું. બાદમાં આ બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો હતો અને ચંદ્રકાંતે તેના બીજા પાંચ સાથીઓને ફોન કરીને બોલાવ્યા હતા અને ડિલિવરી બૉયને દંડાથી માર માર્યો હતો.