News Continuous Bureau | Mumbai
Mumbai News: મુંબઈ શહેરમાં લોકસભાની કુલ ૬ સીટો છે. મુંબઈ શહેર એ શિવસેનાનું ( Shiv sena ) મૂળ અને તેની મૂળભૂત તાકાત છે. આ શહેરમાં વર્ષોથી શિવસેના નું વર્ચસ્વ રહેલું છે. જોકે ભારતીય જનતા પાર્ટી થી અલગ થયા બાદ શિવસેનાનુ મુંબઈમાં શું ઉપજશે તે સંદર્ભે ચર્ચાનું બજાર ગરમ છે. આવા સમયે પ્રતિષ્ઠિત ચેનલ એબીપી માઝાએ મુંબઈમાં સર્વે કર્યો છે.
ABP Majha survey report માં શું બહાર આવ્યું?
ચેનલના સર્વે રિપોર્ટ અનુસાર મુંબઈની તમામ છ સીટો પર કોંગ્રેસ ( Congress ) પાર્ટી સાથે હાથ મિલાવ્યા બાદ શિવસેના ચૂંટણી હારી જશે. સર્વેમાં એવું તારણ બહાર આવ્યું છે કે ઈશાન્ય મુંબઈ ખાતે સંજય દીના પાટીલ એકમાત્ર એવો વ્યક્તિ છે જે ટક્કર આપી રહ્યો છે. આ સિવાય મુંબઈની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ( BJP ) અને એકનાથ શિંદેની શિવસેના આસાનીથી ચૂંટણી જીતશે.
આ સમાચાર પણ વાંચો : IIA: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સે શ્રી રામ લલ્લાના લલાટ પર સૂર્યપ્રકાશ લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી
જો આ રાજનૈતિક વર્તારો સાચો પડ્યો તો મુંબઈ શહેરમાં શિવસેના માટે આગામી દિવસો વધુ અઘરા હશે. કહેવાની જરૂર નથી કે ઉદ્ધવ ઠાકરેનું ( Uddhav Thackeray ) રાજનીતિ ઉઠમણું થઈ જશે