ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર
મુંબઈમાં રિયલ એસ્ટેટના કરોડો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે, જે મધ્યમ વર્ગી માણસના ગજાબહારની વાત છે, પંરતુ મુંબઈગરા માટે મુંબઈમાં સસ્તા દરે ઘર લેવાનું સપનું મ્હાડા પૂરું કરતી હોય છે. છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં મ્હાડાએ ઘર માટેની લૉટરી કાઢી જ નથી. મ્હાડા પાસે હવે મુંબઈમાં ઘર વેચવા માટે રહ્યાં જ ન હોવાથી છેલ્લાં 12 વર્ષથી દર વર્ષે લૉટરી કાઢવાની મ્હાડાની પરંપરા તૂટી ગઈ છે.
ગરીબ વર્ગ અને સામાન્ય માણસને પરવડી શકે એવાં ઘર આપવા માટે મ્હાડાની સ્થાપના કરવામાં આવી હતી. 2008થી મ્હાડાની લૉટરીને લોકોનો ભરપૂર પ્રતિસાદ મળતો હતો. 2009માં 4,500 ઘર માટે લાખો લોકોએ અરજી કરી હતી. આજે પણ મુંબઈમાં 200થી 300 ઘર માટે લાખો લોકો અરજી કરતાં હોય છે. લોકોમાં સસ્તાં ઘર લેવાની ડિમાન્ડ વધી રહી છે.
બોરીવલી પૂર્વમાં રેલવે સ્ટેશનની બહાર જળબંબાકાર… લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જુઓ વિડિયો.
પરંતુ મ્હાડા પાસે હવે લોકોની માગણીઓને પહોંચી વળવા માટે ઘર બચ્યાં નથી. મુંબઈમાં મ્હાડાએ 2020થી લૉટરી કાઢી જ નથી. 2021માં લૉટરી કાઢે એવી શક્યતા નહિવત્ છે. મ્હાડા પાસે હવે ઘર બાંધવા જગ્યા બચી નથી, તો પોતાની જ કૉલોનીમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ લીધા હતા, એ પણ અટવાઈ ગયા છે.