News Continuous Bureau | Mumbai
Sion ROB : આખરે લાંબા ઇંતેજાર પછી મુંબઈ પોલીસ ( Mumbai Police ) પ્રશાસને પુનઃનિર્માણ ( Reconstruction ) માટે સાયન રોડ ઓવર બ્રિજ (ROB) ને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. એટલે દક્ષિણ મુંબઈ ( Mumbai news ) સહિત પૂર્વ અને પશ્ચિમી ઉપનગરોમાં ટ્રાફિક માટે મહત્ત્વપૂર્ણ એવા સાયન સ્ટેશન પરનો બ્રિટિશ કાળ ( British Era ) નો બ્રિજ 1 ઓગસ્ટથી બંધ થઈ જશે. આ બ્રિજ લગભગ 2 વર્ષ સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. એટલે કે આ બ્રિજ 1 ઓગસ્ટ, 2024 થી જુલાઈ 2026 સુધી બંધ રહેશે.
Sion ROB : વાહન વ્યવહાર માટે જોખમી
વર્ષ 2020માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટ્રક્ચરલ ઑડિટ બાદ આ પુલને વાહન વ્યવહાર માટે જોખમી જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણીને કારણે આ સમયગાળા દરમિયાન મુસાફરોને અગવડતા પડશે. નાગરિકોને ટ્રાફિક જામમાં અટવાવું પડશે. તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે આ બ્રિજના ડિમોલિશનની તારીખો ત્રણ વખત મોકૂફ રાખવામાં આવી હતી. જોકે આખરે વહીવટી તંત્રે પુલ તોડી પાડવાનો નિર્ણય લીધો છે.
Sion ROB : આ પુલને લગભગ 100 વર્ષ વીતી ગયા
જણાવી દઈએ કે સાયન બ્રિજ ( Sion bridge ) 1912માં બનાવવામાં આવ્યો હતો. આ પુલને લગભગ 100 વર્ષ વીતી ગયા છે. પરંતુ હવે આ પુલ ટ્રાફિક માટે જોખમી બની ગયો છે. આથી વહીવટી તંત્ર દ્વારા ટૂંક સમયમાં પુલને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. દરમિયાન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાતાં ટ્રાફિક પોલીસ વૈકલ્પિક માર્ગો સૂચવવા જઈ રહી છે. આ પુલના ડિમોલિશનમાં ત્રણ મહિનાનો સમય લાગશે. જ્યારે પુનર્નિર્માણ કાર્ય ઓછામાં ઓછા 2 વર્ષ ચાલશે. સાયન પુલના પુનઃનિર્માણ માં 50 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai local : જીવના જોખમે મુસાફરી? મુંબઈ લોકલ ટ્રેનમાં લટકીને મુસાફરી કરી રહ્યો હતો યુવક, પછી થયું એવું કે… વિડીયો જોઈને કાંપી ઉઠશો..
Sion ROB : આ હશે વૈકલ્પિક માર્ગો
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આરઓબીના ડિમોલિશન ( Demolition ) દરમિયાન વૈકલ્પિક માર્ગો બનાવવામાં આવ્યા છે. ડૉ બાબાસાહેબ આંબેડકર રોડથી સાયન ઓવર બ્રિજની પશ્ચિમ અને પૂર્વ તરફ એલબીએસ માર્ગ અથવા સેન્ટ રોહિદાસ રોડ તરફ જતા વાહનોને અહીંથી ડાયવર્ટ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, સાયન માહિમ લિંક રોડ, કેકે કૃષ્ણન માર્ગ, સાયન હોસ્પિટલ જંકશન પાસે સુલોચના શેટ્ટી રોડ સહિત ઉપરોક્ત તમામ રસ્તાઓને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. સાયન આરઓબીના ડિમોલિશનમાં ઓછામાં ઓછા 3 મહિનાનો સમય લાગશે, જ્યારે પુનર્નિર્માણ કાર્ય ઓછામાં ઓછા 2 વર્ષ ચાલશે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 50 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.