ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧
ગુરુવાર
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં મુંબઈ યુનિવર્સિટી અંતર્ગત ૨૪ નવી કૉલેજો શરૂ થવા જઈ રહી છે. આમાંની પાંચ કૉલેજો મુંબઈ શહેરમાં તો બાકીની ૧૧ કૉલેજો થાણે, નવી મુંબઈ અને પાલઘર જિલ્લામાં શરૂ થશે. આ નવા નિર્ણય મુજબ મુંબઈ મહાનગર ક્ષેત્રમાં આ વર્ષે કુલ ૧૬ નવી કૉલેજો શરૂ થવા જઈ રહી છે.
રાજ્ય સરકારે મુંબઈ યુનિવર્સિટી અંતર્ગત ૨૪ નવી કૉલેજોને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે હવે મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી કુલ કૉલેજોની સંખ્યા હવે વધી અને ૮૫૦ જેટલી થઈ જશે. ઉપરાંત, એસએનડીટી યુનિવર્સિટી અંતર્ગત પણ રાજ્યમાં ૨૮ નવી કૉલેજોને મંજૂરી મળી છે.
બોરીવલી નજીક આવેલા આ વિસ્તારમાં પાણી પુરવઠો કપાયો. આખી પાણીની લાઈન તૂટી ગઈ. જાણો વિગત.
આ અંતર્ગત કાંદિવલીમાં લૉ કૉલેજ શરૂ કરવાની માન્યતા મળી છે તેમ જ સાથે ઘાટકોપર, કુર્લા, બોરીવલી અને ગોવંડીમાં નાઇટ કૉલેજ શરૂ કરવામાં આવશે. થાણેના શહાપુર અને કલ્યાણના બિર્લામાં પણ નવી લૉ કૉલેજ શરૂ કરવામાં આવશે.