187
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
આખા દેશમાં પ્રાણવાયુની અછત વર્તાઈ રહી છે. તમામ રાજ્યોને ઓક્સિજન માટે વલખા મારવા પડે છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ એક અનોખો ઉપક્રમ લાગુ કર્યો છે. મુંબઈ મહાનગરપાલિકાના 12 હોસ્પિટલમાં 16 ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે. આ ઓક્સિજન પ્લાન્ટ માંથી દૈનિક 43 મેટ્રિક ટન ઓક્સિજન નું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ મુંબઈ મહાનગરપાલિકા 90 કરોડ રૂપિયા ખર્ચ કરશે અને આગામી પંદર વર્ષ સુધી આ પ્લાન્ટ કામ કરશે. મુંબઈ મહાનગરપાલિકાએ આ પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પડયું છે. આ પ્લાન્ટ ની ખાસિયત એ છે કે તે હવા માંથી ઓક્સિજન બનાવશે. આમ ઓક્સિજન બાબતે મુંબઈ શહેર સ્વાવલંબી બનવા જઈ રહ્યું છે.
કોર્ટે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી. વારંવાર કેન્દ્ર સરકાર તરફ કેમ આંગડી દેખાડો છો?
You Might Be Interested In