Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા

Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસના સફળ અમલ માટે રાજ્ય અને કેન્દ્રએ 

by Akash Rajbhar
Skill Development is the Key to Nation’s Growth Minister Lodha Mumbai News

News Continuous Bureau | Mumbai

  • સુમેળ સાધીને  ‘ટીમ ઇન્ડિયા’ તરીકે કામ કરવું પડશે:મંત્રી લોઢા
  • મુંબઇમાં નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ વર્કશોપનું ઉદ્ઘાટન

Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ જ  દેશની પ્રગતિની ચાવી છે અને તેમાં ફક્ત યોજનાઓનું આયોજન જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને રાજ્ય મળેલી સફળતાની વાતો લોકો સુધી લઇ જવા અને તેને અસરકારક રીતે અમલમાં મૂકવાની જરૂર હોય છે. જેના માટે તમામ સ્તરે સંવાદિતા, સંકલન અને એકીકરણ હોવું પણ સમયની માંગ છે. રાજ્યોને પોતાની અને કેન્દ્ર સરકાર વચ્ચે વધુ સંવાદિતા જાળવીને ‘ટીમ ઈન્ડિયા’ તરીકે કામ કરવા જોઇએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની આ ગુરૂ ચાવી છે. એમ રાજ્યનાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ વિભાગ અને રાજ્ય કૌશલ્ય રોજગાર ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા મુંબઇ સ્થિત સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે ‘ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢા આ રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.

Skill Development is the Key to Nation’s Growth Minister Lodha  Mumbai News

આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ દેબાશ્રી મુખર્જી, રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ (NCVET)ના કાર્યકારી સભ્ય ડૉ. વિનીતા અગ્રવાલ, ડિરેક્ટર ગુંજન ચૌધરી, મહારાષ્ટ્ર રાજ્યના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનીષા વર્મા, કમિશનર લહુરાજ માલી, રતન ટાટા મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય યુનિવર્સિટીના વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામક માધવી સરદેશમુખ, કુલપતિ ડૉ. અપૂર્વ પાલકર, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના વિવિધ કૌશલ્ય વિકાસ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા

મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે ‘સંકલન’ ક્ષમતા નિર્માણ જેટલી જ મહત્વપૂર્ણ છે,  “માત્ર ક્ષમતા વધારવી પૂરતી નથી, તેનો ઉપયોગ ક્યાં કરવો તે જાણવા માટે યોગ્ય સંકલન જરૂરી છે. ઘણીવાર, એવી પરિસ્થિતિ હોય છે કે ‘ડાબા હાથને ખબર નથી હોતી કે જમણો હાથ શું કરી રહ્યો છે’ તેથી, તેમણે ભલામણ કરી હતી કે તમામ કૌશલ્ય વિકાસ વિભાગો માટે દર ત્રણ મહિને રાજ્ય સ્તરે અને વર્ષમાં એકવાર રાષ્ટ્રીય સ્તરે બેઠકો યોજવી જોઇએ.

Mangal Prabhat Lodha: મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે આપણા દેશમાં “કામદાર” શબ્દ પ્રત્યેની નકારાત્મક માનસિકતા બદલવાની જરૂર છે, સાથે જ તેમણે ઉમેર્યુ કે મહેનતુ વ્યક્તિનું સન્માન કરવું જરૂરી છે. કોઈપણ બાબતમાં કૌશલ્ય હોવું ખૂબ જ સારી વાત છે. તેથી, કુશળ વ્યક્તિનું સન્માન તેના કામ કરતાં તેની પાસે રહેલી કુશળતાને જોઈને થવું જોઈએ.” તેમણે યુરોપ અને અમેરિકાના ઉદાહરણો આપીને ભારતમાં કામદાર વર્ગ પ્રત્યેના વલણને બદલવાનો આગ્રહ રાખ્યો હતો. “મહારાષ્ટ્રએ ઉચ્ચ શિક્ષિત યુવાનોની મોટી સેના બનાવી છે, અને તે જ સમયે ઘણી કંપનીઓમાં હજારો ખાલી જગ્યાઓ છે. પરંતુ બંનેને એકબીજા સાથે જોડવાની જરૂર છે. જેના માટે ‘જોબ મેચિંગ બ્યુરો’ શરૂ કરવો જરૂરી છે.” તેમણે કહ્યું કે શાળામાંથી જ કૌશલ્ય શિક્ષણની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ માં કૌશલ્ય વિકાસ મંત્રાલયની સ્થાપના કરીને આ ક્ષેત્રને પ્રથમ પ્રાથમિકતા આપી હતી. આ એક દિવસીય વર્કશોપ ન હોવી જોઈએ, પરંતુ દેશભરમાં કૌશલ્યવર્ધક નેતાઓનું નેટવર્ક બનાવવાનું કારણ હોવું જોઈએ.

ભારતના વિકાસમાં કૌશલ્ય વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે: કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરી

 કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરીએ વિડીયો સિસ્ટમ દ્વારા સંદેશ આપતા જણાવ્યું હતું કે ભારતના વિકાસમાં કૌશલ્ય વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે કુશળ માનવશક્તિની તાત્કાલિક જરૂર છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ વિભાગ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, વિવિધ કૌશલ્ય વિકાસ યોજનાઓને પ્રાથમિકતા આપી રહી છે. આજના વર્કશોપ દ્વારા, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ અન્ય સહભાગી રાજ્યોના પરિષદમાંથી નવીન વિચારો બહાર આવશે.

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ, દેબાશ્રી મુખર્જીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી અને આ વર્કશોપનું મહત્વ સમજાવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ (NCVET) ના કાર્યકારી સભ્ય, ડૉ. વિનીતા અગ્રવાલ અને મહારાષ્ટ્ર રાજ્યના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગના અધિક મુખ્ય સચિવ, મનીષા વર્માએ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

પ્રથમ સત્રમાં કૌશલ્ય સંબંધિત નવીન પહેલોનું પ્રેઝન્ટેશન યોજાયું હતું. પ્રથમ સત્રમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દાદરા અને નગર હવેલીના પ્રતિનીધીઓએ તેમની સફળતાની વાતો રજૂ કરી. રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ (NCVET) ના કાર્યકારી સભ્ય ડૉ. વિનીતા અગ્રવાલ, ડૉ. નીના પહુજાએ પ્રેઝન્ટેશન આપ્યું. ભાગ લેનારા સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા અને તેમના જવાબો આપવામાં આવ્યા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More