ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે પાલિકા પ્રશાસન દ્વારા લોકલ લોક ડાઉન લાગુ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી સાથેની બેઠકમાં લેવાયો હતો. આનો અમલ હવે સૌથી પહેલો મુલુંડ વિસ્તારમાં થયો છે. મુલુંડ વિસ્તારમાં ગત અનેક દિવસોથી દૈનિક 40 થી 50 કેસ નોંધાઈ રહ્યા હતા. જોકે 24 કલાક પહેલા અહીં એક જ દિવસમાં 70 જેટલા કેસ નોંધાતા પ્રશાસન સતર્ક થયું છે.
પ્રશાસને અધિકારીઓએ પોતાના વિશેષ અધિકારો નો અમલ કરતા મુલુંડમાં તમામ સાર્વજનિક કાર્યક્રમો, હાઉસિંગ સોસાયટી ની સર્વ સામાન્ય સભા, ધાર્મિક કાર્યક્રમો, લોકોના મેળાવડા, તેમજ એવા તમામ કાર્યક્રમો જેમાં લોકો ભેગા થવાના છે તેવા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે.આ ઉપરાંત મુલુંડમાં સંખ્યાબંધ ઇમારતો કે જેમાં 5થી વધુ કોરોના ના કેસ છે તે તમામને સીલ કરી દીધી છે. હવે આ આદેશ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી મુલુડમાં પરિસ્થિતિ કાબૂમાં નથી આવતી.
