મુંબઈ મનપાનો ‘અંધેર નગરી ગંડુ રાજા’ જેવો હિસાબ-કિતાબ, હવે કોરોનાના કેસ વધશે તો સોસાયટીના હોદ્દેદારો જવાબદાર.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

15 સપ્ટેમ્બર 2020 

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે,  ત્યારે મહાનગરપાલિકા પોતાની જવાબદારી નાગરિકો અને સોસાયટીઓ પર ધકેલવાની કોશિશ કરી રહી છે. જે તે વિસ્તાર માંથી કોવિડ ના દર્દી મળી આવતા, મનપા દ્વારા જે તે સોસાયટીને નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસ ની ભાષા થી સ્થાનિક હોદ્દેદારો રોષે ભરાયા છે. 

સોસાયટીને નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવાયું છે કે સરકારની મેડિકલ ગાઈડલાઈનનું તમે બરાબર પાલન કર્યું ન હોવાથી કોરોનાના દર્દી તમારી બિલ્ડિંગમાંથી મળી આવ્યા છે. આ માટે સોસાયટીના પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ચિમકી પાલિકાની નોટિસ આપવામાં આવી છે.. કોરોના ના કેસ સંબંધિત પાલિકાનું આવું વલણ હોવાથી સોસાયટીના પદાધિકારીઓ નારાજ થયા છે.. તેમનું કહેવું છે કે 'ધીમે ધીમે શહેરમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ લોકો નોકરી, ધંધા પર જવા લાગ્યા છે. આવામાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ જાય તો એ માટે સોસાયટીના હોદ્દેદારો કેવી રીતે જવાબદાર ગણાવી શકાય !? એવો સવાલ પૂછાઇ રહ્યો છે.

કોરોના ના કેસમા ફરી વધારો નોંધાતા મનપા પોતાની જવાબદારી સમઝવાને બદલે આવી જ ભાષામાં જો સોસાયટીના પદાધિકારીઓ ને નોટીસ આપશે, તો સોસાયટીની કમિટીના સભ્યો રાજીનામાં આપવા માંડશે,  ત્યાર પછી સોસાયટી નું કામ કેવી રીતે થશે એ પણ મોટો પ્રશ્ન છે.

એક સોસાયટીના અધ્યક્ષએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે 'એક બાજુ સરકાર કહી રહી છે કે એકબીજાને મદદ કરો. બીજીબાજુ પાલિકાના અધિકારીઓ સોસાયટીના હોદ્દેદારો ને કોરોના માટે જવાબદાર ઠેરવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહી છે. આથી જો જનતા અને પાલિકા વચ્ચે આ બાદ વિવાદ ઉભો ન થાય એવું ઇચ્છતા હોય તો મહાનગરપાલિકાએ પોતાની નોટીસ મોકલવાની ભાષા સુધારવી પડશે.' એમ પણ તેમણે જણાવ્યું હતું..

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!